- દેવસર ગામની યુવતિને ભગાડી જતાં પરિવારજનોએ માર મારી મોતને ઘાટ ઉતારી લાશ ફેંકી દીધી: સાત શખ્સો સામે નોંધાતો ગુનો
- ચોટીલા પંથકમાં 12 કલાકમાં બબ્બે હત્યાથી ઝાલાવડમાં હાહાકાર મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે હાઇ-વે પર કર્યુ ચકકાજામ
ચોટીલા તાલુકાના રાજાવાડ ગામના યુવાન દેવસર ગામની યુવતિને ભગાડી જવાનો ખાર રાખી યુવતિના પરિવારજનોએ પુત્રીના પ્રેમીના ઘરમાં ધુસી ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી લાશને રાજાવાડ ગામની સીમમાં ફેંકી દીધાની ઘટના પ્રકાશમાં આવી છે.
મૃતકના પરિવારજનોએ પુત્રના મોતના મામલે ન્યાય મેળવવા માટે હાઇ-વે ચકકાજામ કરતા જીલ્લાભરની પોલીસ દોડી જઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી છ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે ફોરેન્સીંક પી.એમ. માટે મૃતદેહને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો છે. જયાં સુધી આરોપી નહી પકડાય ત્યાં સુધી મૃતદેહ નહી સ્વીકારવા મૃતકના પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે.
વધુ વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે છેલ્લા 15 દિવસમાં ત્રણ જેટલી હત્યાના બનાવ સામે આવ્યા છે
ચોટીલાના રાજાવાડ ગામ નજીક યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે આ અંગે તાત્કાલિક પણે પોલીસ દોડી ગઈ હતી યુવકના મૃતદેહને સળગાવેલી હાલતમાં મળી આવતા યુવકની હત્યા કરી અને લાસ્ટ ફેંકી દેવામાં આવી છે દિલીપભાઈ નામનો યુવક છેલ્લા ચાર દિવસથી ગુમ હતો.
રાજાવાડ ગામ નજીકથી તેનો મૃતદેહ સળગાવેલી હાલતમાં મળી આવ્યા બાદ જોકે આ મુદ્દે પોલીસ દોડી ગઈ હતી અને તપાસ કરવામાં આવતા ત્યાં તેના પરિવારજનો પણ પહોંચી ગયા હતા અને તેમના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે દિલીપભાઈ ની હત્યા કરી અને લાસ સળગાવી દેવામાં આવી છે.
જોકે આ બાબતની ઘટનાની જાણ થતા લીંબડી નાયબ પોલીસ અધિક્ષક વિશાલભાઈ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગીરીશકુમાર પંડ્યા લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતના ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મામલો શાંત પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જોકે જે દિલીપ નામના યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો છે ત્યારે તેના મૃતદેહ ને ચોટીલા ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ પરિવારજનોની માંગણી હતી કે તેનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવે ત્યારે આ યુવકના મૃતદેહને અંતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે અને ત્યાં ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું છે.
પોલીસે આ મુદ્દે તપાસ હાથ ધરી હતી જોકે દેવસર ગામની યુવતી સાથે આ યુવક પ્રેમ કરતો હતો અને પ્રેમનો પરિણામ મોતમાં ફેરવાયું હોય અને હત્યામાં ફેરવાયા હોવાનું સામે આવ્યું છે જોકે આ મુદ્દે હજુ પોલીસ તપાસ કરી રહી છે અને દેવસર ગામની યુવતી સાથે જે આ પ્રેમ કરતો હતો યુવક તેની હત્યા થયા બાદ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને યુવકના પરિવારજનોને ન્યાય મળે તે પ્રકારના પ્રયાસો પોલીસ વિભાગે પણ હાથ ધર્યા છે.
દેવસર ગામના છ લોકો સામે ગુનો દાખલ કરાયો છે જેમાં નાગજીભાઈ સુખાભાઈ જયેશભાઈ રામાભાઇ દિનેશભાઈ અને વાલાભાઈ નામના શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે એના બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.
પરિવારે ન્યાય માટે હાઈવે બ્લોક કર્યો
મૃતક યુવકના પરિવારને ન્યાય મળે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા સૌ પ્રથમ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. પેનલ પી.એમ કર્યા બાદ પ્રાથમિક રિપોર્ટના આધારે હત્યા કરી લાશ ફેંકી દેવામાં આવી હોવા નું સામે આવ્યું હતું.જો કે મૃતક યુવક છેલ્લા ત્રણ દિવસ થી ઘરે થી ગુમ હતો અને અંતે મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્કો ઉભા થયા હતા આ મામલે પોલીસે તપાસ હાથ ધરવામાં આવતા યુવકના મૃતદેહ સળગાવી દેવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે આ સંદર્ભે મૃતક પરિવારજનો એ ન્યાય મેળવવા માટે પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી પરંતુ સૌ પ્રથમ હત્યા અંગેનો નો ગુનો દાખલ ન કરવામાં આવતા મૃતક યુવકના પરિવારમાં રોજ જોવા મળ્યો હતો ત્યારે મૃતક યુવકના પરિવારે રાજકોટ અમદાવાદ હાઈવે ચોટીલા નજીક બ્લોક કર્યો હતો ત્યાં પણ ટ્રાફિક જામ થઈ ગયો હતો ત્યારે ન્યાય માટે હાઈવે બ્લોક કરવો પડે તે તો કેટલું યોગ્ય ગણાય તે પણ એક સળગતો સવાલ છે.