અબતક,ભરત ગોંડલીયા, અમરેલી

અમરેલીમા રહેતા એક યુવકને તેના ભાઇ અને ભત્રીજાએ મારૂ ભુંડ કેમ ચોરી લીધુ કહી બોલાચાલી કરી તલવાર ધારીયા જેવા હથિયાર સાથે ધસી આવી પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી ધમકી આપતા તેણે આ બારામા અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

અહીના બાયપાસ ચોકડી પર રહેતા રણજીતસિંગ મહેન્દ્રસિંગ ટાંક (ઉ.વ.42) નામના યુવાને અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ભાઇ પ્રેમસિંગ મહેન્દ્રસિંગ, બ્રિજરાજસિંગ પ્રેમસિંગ, સતનામસિંગ અને સતપાલસિંગ નામના શખ્સોએ ભુંડ કેમ ચોરી લીધુ તેમ કહી બોલાચાલી કરી તલવાર, ધારીયા સાથે ધસી આવી પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી ધમકી આપી હતી.

જયારે પ્રેમસિંગ મહેન્દ્રસિંગ ટાંકે વળતી નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ભુંડ ભરી ગયા બાબતે ઠપકો આપવા જતા રણજીતસિંગ, જરનેલસીંગ નામના શખ્સોએ બોલાચાલી કરી પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બંને પક્ષેથી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ એએસઆઇ કે.બી.ભરાડ ચલાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.