ખેડૂત પાસેથી રાક્ષસી વ્યાજ વસુલી લીધા પછી મકાનનો કબજો કરી લેવા ધમકી આપનારા ત્રણ શખ્સો સામે ફરિયાદ
જામનગર તાલુકાના મૂંગણી ગામમાં રહેતા એક ખેડૂત યુવાને વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ ગયા પછી ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે ખેડૂત યુવાનની ફરિયાદ ના આધારે મુંગણી ગામના જ એક મહિલા સહિતના ત્રણ વ્યાજખોરો સામે ગેરકાયદે નાણાં ધીરધાર કરવા અંગે તેમ જ રાક્ષસી વ્યાજ વસૂલી લીધા પછી મકાન ખાલી કરવા માટે ધમકી આપવા અંગેનો ગુન્હો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા અને ખેતી કામ તેમજ ડ્રાઇવિંગ કામ કરતા વિજય છગનલાલ છેડા નામના 41 વર્ષના મહાજન યુવાને ગઈ કાલે ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની .જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું.
જેમાં વ્યાજખોરોની ધાક્ધમકી અને પઠાણી ઉઘરાણી સહિતના ત્રાસ ને કારણે ઝેર પી લીધું હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ તંત્ર દ્વારા વિજય છેડાની ફરિયાદ નોંઘી હતી, અને 10 ટકા થી વધુ વ્યાજ વસૂલી લીધા પછી મકાન નો કબજો જમાવવાનો પ્રયાસ કરનારા યુવરાજસિંહ ચંદુભા દેદા, રવિરાજસિંહ ચંદુભા અને ગુલાબબા સહિત ત્રણ સામે આઇપીસી કલમ 385,506-2 હેઠળ ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે ઉપરાંત ગેરકાયદે નાણા ધીરધાર કરવા અંગેની કલમ હેઠળ ગુન્હો દાખલ કર્યો છે, અને આરોપીઓ હાલ ભાગી છુટયા હોવાથી પોલીસ દ્વારા તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી.
પોલીસની પૂછપરછ દરમિયાન ફરિયાદી યુવાને આરોપી યુવરાજસિંહ અને રવિ રાજ સિંહ પાસેથી અગાઉ 70 હજાર રૂપિયા 10 ટકા લેખે લીધા હતા, જેનું બે વર્ષ સુધી દર મહિને 10 હજાર રૂપિયા વ્યાજ ચુકવતો હતો પરંતુ લોકડાઉનના કારણે ધંધો બંધ થઈ જતાં વ્યાજ કે મુદ્દલ આપી શક્યા ન હતો.
જેથી આરોપીઓએ વ્યાજ અને મુદ્દલ સહિત 4 લાખ ની પઠાણી ઉઘરાણી કરી હતી, અને પતાવી દેવાની ધમકી આપી હતી.
તાજેતરમાં તેના રહેણાંક મકાને જઈ વ્યાજ અને મુદ્દલની ઉગરાણી કરી મકાન ખાલી કરી દેવાની ધમકી આપતાં તેને ઝેરી દવા પી લીધી હતી. અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સિક્કા પોલીસ ત્રણેય આરોપીઓને શોધી રહી છે.