રાજ્યમાં આપઘાતના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધાર થતો જાય છે. વ્યક્તિ નજીવી બાબતે પણ જીવન ટૂંકાવી લે છે ત્યારે આજ રોજ રાજ્યમાં બે ચકચારી ઘટનાઓ સામે આવી છે. તે પ્રથમ અરવલ્લીમાં યુવકે ઝાડ પર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો અને બીજી ઘટના કેશોદમાં ઘટી હતી જેમાં બંધ મકાનમાં દંપતિએ સજોડે આપઘાત કરીને જીવન પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. ચાલો જાણીએ આ ઘટનાનો વિશે વિગતવાર…

 

અરવલ્લીમાં યુવકે ઝાડ પર ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

અરવલ્લી જીલ્લામાં રેલ્લાંવાડાના ધોળાપાણા ગામે પ્રકાશભાઈ ભલાભાઈ તરાર (ઉ.વ ૨૩) લાશ લટકતી હાલતમાં મળી આવી હતી. લીમડાના ઝાડ સાથે ગળાફાસો ખાધેલી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘરેથી અમદાવાદ નોકરી જાવું છું એમ કહીને નીકળ્યો હતો યુવક ત્યારે યુવક નહિ પરંતુ યુવકની લાશ મળી આવતા પરિવારમાં ગમગીની છવાઈ છે. આ ઘટના જાણ ઇસરી પોલિસને કરતાં તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ઈસરી આરોગ્ય ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવકે શા કારણે જીવન ટુંકાવ્યું તેનું કારણ હજુ અકબંધ છે.

 

કેશોદમાં દંપતીનો સજોડે આપઘાત

Screenshot 15 4

કેશોદ જૂની બજારમાં આપઘાતની ઘટના સામે આવી છે જેમાં બંધ મકાનમાં દંપતિએ સજોડે જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. આપઘાત કરનાર દંપતિની આજુ બાજુમાં વેરવિખેર માલસામાન, બ્લેડ, ઝેરી પદાર્થનું મળી આવ્યું હતું. કાંઈક અજુગતું બન્યાંની શંકા જતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંધ મકાનનું બારણું તોડતાં દંપતિના મૃતદેહ વેર વિખેર હાલતમાં મળી આવ્યાં હતાં ઉપરાંત મૃત હાલતમાં દંપતિની બાજુમાં રડતો બાળક મળી આવ્યો હતો. પતિ પત્નિ એ રાત્રીના ઝઘડો કર્યાની પાડોશીઓએ આશંકા વ્યક્ત કરી છે. મૃતક દંપતિએ 25 દિવસ પહેલાં કેશોદમાં રહેણાંક કર્યું હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું. મકાન માલીકે આર્થીક નબળા દંપતિને ભાડું ન લેવાનું શરતે મકાન આપ્યું હતું. ત્યારે દંપતિએ આપઘાત કરી લેતા બે વર્ષનો બાળક નોંધારો બન્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.