• લગ્નની લાલચ આપી દ્વારકા લઈ જઇ હવસનો શિકાર બનાવનાર શખ્સની ધરપકડ

Rajkot News

શહેરમાં જાતીય સતામણીની ઘટનાઓ બનતી હોય છે.ત્યારે મહિલાની સુરક્ષા ચિંતાનો વિષય બન્યો છે ત્યારે . 15 વર્ષની  કિશોરીને વીસ વર્ષના શખ્સે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી લેવાની લાલચ દઈ અપહરણ કરી  દ્વારકા તરફ લઈ ગયો હતો અને ત્યાં કોઈ – અવાવરૂ સ્થળે ત્રણ ચાર વખત બળજબરીથી દૂષ્કર્મ આચરી લઇ બીજા  કિશોરીને દિવસે   તેના ઘર પાસે મૂકી જઈ ફરાર થઈ જતાં પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,શહેરના શાંતિનગર મફતિયપરા વિસ્તારમાં રહેતી સગીરાની માતાએ આજીડેમ પોલીસ મથકે કોઠારીયા રોડ રામનગર-1 બ્રહ્માણી હોલવાળી શેરીમાં રહેતાં સોમ ઉર્ફ બબુ દિપકભાઈ સોલંકી નામના 20 વર્ષિય યુવક સામે અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીએ જણાવ્યું છે કે તેને સંતાનમાં એક દિકરી તથા એક દિકરો છે. જેમાં દિકરી 15. વર્ષની છે. તેને પતિથી છુટાછેડા લઇ લીધા છે, બાળકો માતા સાથે રહે છે. , તા. 3/2ના શનીવારે રાતે  દિકરી તથા દિકરો સુઇ ગયા હતાં. રાતે ત્રણેક વાગ્યે મારી ઉંઘ ઉડી જતાં રૂમમાં તેની દિકરી જોવા ન મળતાં બહાર નીકળી આસપાસમાં તપાસ કરી હતી. એ પછી તેના સગાને આ અંગે વાત કરતાં બધા શોધમાં લાગ્યા હતાં.બીજા દિવસે તા. 4ના રવિવારે મારી દિકરી તેની મેળે ઘરે આવી ગઈ હતી. તેને પુછતાછ કરતાં તેણે કહેલું કે મને સોન ઉર્ફ બબુ સોલંકીએ મળવા બોલાવતાં હું ત્યાં ગઈ હતી. તેણે લગ્ન કરવા છે અને આપણે ભાગી જવું છે તેવી વાત કરી હતી.અને બાદમાં તે મને રાજકોટથી દ્વારકા લઇ ગયો હતો. જ્યાં કોઈ અવાવરૂ જગ્યાએ તેણે મારી સાથે મરજી વિરૂધ્ધ ત્રણથી ચાર વખત બળાત્કાર ગુજારી લીધો હતો. ત્યારબાદ તે મને પાછો રાજકોટ લાવી ઘર પાસે ઉતારીને ભાગી ગયો છે, લગ્ન કરવાની — લાલચ દઈને તે ભગાડી ગયો હતો પણ લગ્ન કર્યા નહોતાં અને બળજબરીથી દુષ્કર્મ આચર્યાની વાત સાંભળી માતાની પગ હેઠેથી જમીન સરકી ગઈ હતી.ભોગ બનનારની માતાની ફરિયાદ પરથી સોમ દીપક સોલંકી સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.