આરોગ્ય વિભાગ દ્વારા સર્વે સહિતની કામગીરી હાથ ધરવામાં આવી

દસાડાના રણકાંઠામાં ભારે વરસાદ બાદ રોગચાળો બેકાબુ બન્યો છે. ખેરવાના યુવાનને અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ એનો સ્વાઇન ફ્લુનો પોઝીટીવ રિપોર્ટ આવે પહેલા યુવાનનું મોત નિપજ્યું હતુ. હાલમાં આરોગ્ય વિભાગની ટીમેં ખેરવામાં ધામા નાખી સર્વે અને ઉકાળાની કાર્યવાહી હાથ ધરી છે.

રણકાંઠા વિસ્તારમાં ખાબકેલા વરસાદ બાદ ઠેર ઠેર પારાવાર ગંદકીથી મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. અને તાવ,મેલેરીયા અને ઝાડા ઉલ્ટીના કેસો વધતા સરકારી હોસ્પિટલો અને ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાયા છે. ખેરવા ગામના યુવાન હસમુખભાઇ બાબુભાઇ કોળીને શરદી, ઉધરસ અને તાવ આવ્યા બાદ અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પરંતુ ગત મોડી રાત્રે એનું કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ. ત્યારે યુવાનનો રિપોર્ટ સ્વાઇન ફ્લુ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર હરકાતમાં આવી ગયુ હતું. પાટડી તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો. બી.કે.વાઘેલાની આગેવાનીમાં ખેરવાના મેડીકલ ઓફિસર ડો. શ્યામલાલ રામ સહિતની આરોગ્ય વિભાગની ટીમેં ખેરવા ગામેં ધામા નાખ્યા છે. જેમાં ઘેર ઘેર સર્વે, દવા અને ઉકાળા વિતરણની કામગીરી હાથ ધરાઇ છે. ખેરવામાં બાબુભાઇ સોમાભાઇ કોળી, કમુબેન બાબુભાઇ કોળી, રાજનબેન જેરામભાઇ, વિપુલ જેરામભાઇ, પ્રતાપ કાનજીભાઇ, રતનબેન હસસુખભાઇ, સરદારખાન એલમખાન મલિક, પ્રતિજ્ઞા હસસુખભાઇ, હાર્દિક હસમુખભાઇ, શક્તિ હસમુખભાઇ સહિતનાઓને ટેમીફલૂની ગોળીઓ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.