કૌટુંબિક ભાઈઓએ કારમાં અપહરણ કરી ભંગળા ગામે ઝાડમાં બાંધી પટ્ટા વડે મારમાર્યો : અપહરણ અને માર માર્યાનો નોંધાતા ગુનો
જસદણના ખડવાવડી ગામે રહેતો અને કડિયા કામ કરતા યુવાનને તેના જ કુટુંબિક ભાઈઓએ છેડતી ની આડ મૂકી તેનું કારમાં અભરણ કરી ભંગણા ગામે લઈ જઈ લીમડાના ઝાડે બાંધી નીવસ્ત્ર કરી ધોકા પાઇપ અને પટ્ટા વડે માર મારી સરધાર ગામે ફેંકી દીધો હતો બનાવની જાણ યુવકના પિતાને થતા તેને યુવકને તત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલને દોડી છે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બના અંગેની મળતી માહિતી મુજબ જસદણના ખડવાવડી ગામે રહેતા ધર્મેશભાઈ ચતુરભાઈ મકવાણા નામનો 20 વર્ષીય યુવાન ગઈકાલે પોતાના ગામ હતો ત્યારે સાંજના સમયે પાનની દુકાને વસ્તુ લઈ ખુલી જગ્યામાં લઘુશંકા કરી રહ્યો હતો ત્યારે તેના ગામની અને તેની કૌટુંબિક બહેનો ત્યાંથી નીકળી રહી હતી જે દ્રશ્યો તેના કુટુંબિક ભાઈઓ પ્રકાશ વાઘા, સાગર વાઘા અને સાગર કનુ એ જોતાં ધર્મેશ પર છેડતીનો આરોપ લગાવી તેનો ખાર રાખી તેનો કારમાં અપરણ કરી ભંગળા ગામે પીન્ટુભાઇની વાડીએ લઈ ગયો હતો. જ્યાં ધર્મેશ ને નિર્વસ્ત્ર કરી તેને લીમડે બાંધી ત્રણેય શખ્સોએ એ ધોકા પાઇપ અને પટ્ટા વડે માર માર્યો હતો. અંદાજે ત્રણથી ચાર કલાક સુધી યુવાને માર મારી તે બેભાન થઈ જાતા તેને ફોરવીલ માં બેસાડી સરધાર ફેંકી દીધો હતો.
જ્યારે બીજી તરફ ધર્મેશ ના પિતા અને તેના પરિવારજનો તેને શોધી રહ્યા હતા ત્યારે સરધાર ગામે રહેતા તેના સંબંધીઓએ તેના પુત્ર વિશે માહિતી આપતા તેને તત્કાલિક સારવારથી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતો.
બના અંગેની જાણ પોલીસને થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી જાય પ્રાથમિક પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે, જ્યારે ધર્મેશ લઘુ શંકા કરી રહ્યો હતો ત્યારે તેની કુટુંબીક બહેનો ત્યાંથી નીકળતા તેના કુટુંબિક ભાઈઓને છેડતી કરી અને શંકા જતા તેનો અપહરણ કરી તેને ઢોર માર્યો હતો. પરંતુ બનાવ પાછળ શું તથ્ય છે ત્યારબાદ પોલીસ અપરણને મારમારીનો ગુનો નોંધી વધુ તપાસ કરી છે.