Abtak Media Google News
  • જામનગરનાં યુવાને લાખ રૂપિયાની નોકરીને છોડી પોતાની સુજબૂજથી ધંધામાં સફળતા મેળવી 

જામનગર ન્યૂઝ : ઘણા એવા પ્રગતિશીલ યુવાનો હોય છે જે નોકરીને છોડી અને પોતાની સુજબુજથી વ્યવસાયમાં સફળતા હાંસલ કરી રહ્યા છે. આવો જ એક યુવાન જામનગરમાં પણ રહે છે. જામનગરમાં રહેતા યુવાને મહિને લાખ રૂપિયાની નોકરીને લત મારી અને ઘરનો વ્યવસાય શરૂ કર્યો અને તેમાં સફળતા મેળવી છે. આ યુવાને પર્યાવરણને નુકસાન ન થયા તેવા બાયોકોલ બનાવવાની ફેક્ટરી શરૂ કરી છે. જેમાં એગ્રી વેસ્ટ જેવા કે મગફળી ઉપરાંત જીરું અજમો ધાણાની ફોતરીમાથી કોલસો બનાવે છે. જે જીઆઇડીસીમાં સપ્લાય કરે છે.WhatsApp Image 2024 06 14 at 11.28.45

નિતેશ ઉમરેટીયા નામના 28 વર્ષીય યુવાને જણાવ્યું હતું કે તેઓનો અભ્યાસ પૂર્ણ થયા બાદ તે એન્જિનિયર તરીકે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને થોડા સમયના અનુભવ બાદ તેમને લાખ રૂપિયા જેવો મહિને પગાર આપવામાં આવતો હતો. પરંતુ ખાસ વાત એ છે કે કંપનીનો વર્ક લોડ ઉપરાંત ત્યાં સમયસર હાજરી આપવી અને પરિવાર સાથે સમય વિતાવવા ન મળતો હોવાથી નોકરી કરવી અઘરી બની હતી. આથી અમે મિત્રોએ પ્રદૂષણ રહિત ભારત બનાવવામાં યોગદાન આપવાનો વિચાર કર્યો અને બાયો કોલની ફેકટરીની પાયો નાખ્યો હતો. આજે 1 વર્ષ અગાઉ આ ફેકટરી સારી રીતે આગળ વધી રહી છે.WhatsApp Image 2024 06 14 at 11.30.21

તેઓએ વધુમાં કહ્યું કે બાયોકોલ બનાવવાના પ્લાન્ટથી રોજ 20 ટન સુધી સફેદ કોલસો બનાવવામાં આવે છે. આ ફેક્ટરીમાં એક કલાકે એક ટન બાયો કોલ બને છે. જેનો ભાવ 3000થી 5000 સુધી મળે છે. ખર્ચ બાદ અંદાજે 35થી 45 ટકા નફો થાય છે. એગ્રી વેસ્ટ થકી જ આ બાયો પ્લાન ધમધમે છે સૌપ્રથમ અમારા માણસો દ્વારા આજુબાજુના 10 ગામોમાં જઈ અને જે પણ ખેડૂતો પાસે એગ્રી વેસ્ટ જેવા કે મગફળીના ફોતરી ઉપરાંત જીરું અજમા ઘઉં સહિતના પાકની ફોતરી હોય તે લઈ અને અહીં ફેક્ટરી સુધી લઈ આવવામાં આવે છે. સામાન્ય રીતે ખેડૂતો આવી સાઠિ અને ફોતરીને સળગાવી નાખતા હોય છે આથી જમીનમાં રહેલા પોષક તત્વોનો પણ નાશ થતો હોય છે બીજી બાજુ આવી નડતરરૂપ ફોતરીને અમે રૂપિયા દઈ અને ખરીદતા હોવાથી ખેડૂતોને પણ ફાયદો થાય છે અને અમારે પણ હાલે છે.

સૌપ્રથમ કપાસની સાઠીને મશીનમાં નાખીને ભૂકો કરે છે. ત્યારબાદ આ ભૂકાને હોફરમા નાખવામાં આવે છે. બાદ તેમાનાં કેમિકલ મિશ્રણ કરવામા આવે છે. જેની સમગ્ર પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ કોલસો તૈયાર થાય છે જે પર્યાવરણને પણ નુકસાન કરતો નથી. આગમચેતીના ભાગરૂપે ફેક્ટરીમાં ચારેકોર વોટર પાઈપ લાઈન પણ સુવિધા કરવામાં આવે છે. વ્યવસાયની સફળતા અંગે રાજીપો વ્યક્ત કરતા યુવાને જણાવ્યું કે માત્ર આઠ મહિના જ આ ફેક્ટરીમાં કામ કરવું પડે છે ઉપરાંત કોઈ સમયની પણ પાબંધી નહીં અને તમારી આવડત મુજબ કમાણી પણ કરી શકો છો.

સાગર સંઘાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.