અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના નાનકડા ગામે રહેતા દસ ધોરણ પાસ કરેલા અને આઈસ્ક્રીમની દુકાન ચલાવતા હર્ષદ માંડલિયા નામના ખેડૂત યુવાનને કઈક કરવાની ઘેલસા જાગી હતી પિતા બાવચંદભાઈ  ખેતી કરે છે અને પોતે આઈસ્ક્રીમની દુકાન ચલાવે છે તેઓએ નક્કી કર્યું હતું કે મારે કઈક એવું કરવું છે જે જવાન અને કિસાન બંને ને ઉપયોગ આવે અને યુટ્યુબ માં વિડિયો જોતા તેઓએ પેરા મોટર બનાવવાનું નક્કી કર્યું અને હિમાચલ પ્રદેશમાં મિલેટરી દ્વારા પેરા મોટર ફ્લાઈંગ ની ટ્રેનીંગ પ્રાપ્ત કરી અને પિતા સહિત પરિવાર ને પેરા મોટર બનાવવાની વાત કરી અને પરિવારના પૂરા સહયોગ થી બેંગલોર સહિત દેશના અલગ અલગ વિસ્તારોમાંથી આ પેરા મોટર બનાવવા માટે પાર્ટ્સ મંગાવ્યા અને મશીન બનાવાનું શરૂ કર્યું

દસ પાસ યુવાનની બે વર્ષ બાદ મહેનત રંગ લાવી

બે વર્ષ દરમિયાન બે મશીન બનાવ્યા પરંતુ ભાગ્યએ સાથે નહિ આપતા બંને મશીન ફાઇલ ગયા અને  સતત અઢી વર્ષની મહેનત બાદ આખરે ત્રીજું મશીન બનાવી ઉડવા માટે તૈયાર કરાયું અને અઢી વર્ષ બાદ પેરા મોટર બનાવવામાં આ દસ ધોરણ પાસ હર્ષદ માંડલિયા સફળ રહ્યો અને સલડી ગામે પેરા મોટર આકાશમાં ઉડાડી સૌને જાતાં જ રાખી દીધા આ પેરા મોટર ચલાવવા માટે કોઈ વિશેષ રુલ્સ નથી હોતા પરંતુ ચલાવવા માટે ટ્રેનીંગ અને સુરક્ષા ધ્યાને રાખવી જરૂરી છે આ પેરા મોટર ખેતરોમાં દવાનો છંટકાવ કરવા દેશની રક્ષા માટે અને પ્રસંગો પાત ફૂલ વર્ષામાં ઉપયોગી થઈ શકે છે તેમ હર્ષદ માંડલિયા એ જણાવ્યું હતું , સાથે સાથે જણાવ્યું હતું કે આગળના દિવસોમાં ટેકનોલોજી નો લોકો માટે ઉપયોગી કેમ થઈ શકે તે ઉપર ધ્યાન કેન્દ્રિત કરી ફકાઈંગ કાર તૈયાર કરવાની મહેનત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.