ફાયરની ટીમ ૫ કલાકની જહેમત બાદ ખાલી હાથે પરત ફરી
મોરબીના નારણકા ગામ નજીક નદીમાં યુવાન ડૂબ્યાની જાણ થતા ફાયર ટીમ બપોરે દોડી ગઈ હતી જોકે પાંચ કલાકની શોધખોળ છતાં યુવાનનો પત્તો લાગ્યો નથી અને ફાયર ટીમ સવારે ફરીથી શોધખોળ શરુ કરશે
બનાવની મળતી માહિતી મુજબ નારણકા ગામે શ્રમિક પરિવારનો યુવાન પુત્ર મચ્છુ નદીમાં બપોરના સુમારે ડૂબ્યો હોય જે બનાવ અંગે મોરબી ફાયર ટીમને જાણ કરતા ફાયર ટીમના સલીમભાઈ, દાઉદભાઈ અને પેથાભાઈ તથા વિજયભાઈ સહિતની ટીમ દોડી ગઈ હતી અને નદીમાં યુવાનની શોધખોળ ચલાવી હતી જોકે બપોરે ૩ વાગ્યાથી લઈને રાત્રી સુધી પાંચ કલાક સર્ચ ઓપરેશન ચલાવ્યા છતાં યુવાનનો કોઈ પત્તો લાગ્યો ના હતો અને ફાયર ટીમ પરત ફરી હતી તેમજ સવારે ફરીથી સર્ચ ઓપરેશન શરુ કરીને શોધખોળ ચલાવશે યુવાન પુત્ર નદીમાં ગરક થતા શ્રમિક પરિવાર ચિંતાતુર બન્યો છે.