રાજકોટ ગોર્વધન ચોક પાસે આવેલા સ્કાય હાઇટસમાં રહેતા યુવાન સાથે સાયબર ફોડ અને રેસ્ટોરન્ટના ધંધામાં ખોટ જવાથી ત્રણ વર્ષ પહેલાં વ્યાજના ચક્રમાં ફસાયા બાદ વ્યાજના ધંધાર્થીઓ પઠાણી ઉઘરાણીથી કંટાળી આખો પરિવાર હિજરત કરી ગયો હોવાથી વ્યાજ વસુલ કરવા માથાભારે શખ્સો દ્વારા સગા-સંબંધીઓને માર મારી હેરાન કરવાનું શરુ કરતા શાસ્ત્રી મેદાનમાં ફિનાઇલ પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
વ્યાજના ધંધાર્થીની પઠાણી ઉઘરાણીથી કંટાળી પરિવારે હિજરત કરતા સગા-સંબંધીઓને માર માર્યો
ત્રણ વર્ષમાં રુા.70 લાખના વ્યાજના ચક્રમાં ફસાયેલા યુવાને ચાર પેઇઝની સ્યુસાઇડ નોટ લખી શાસ્ત્રી મેદાનમાં કર્યો આપઘાતનો પ્રયાસ
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોર્વધન ચોક પાસે આવેલા સ્કાય હાઇટસમાં રહેતા ચિરાગ મહેન્દ્રભાઇ પરમાર નામના 31 વર્ષના લુહાર યુવાને શાસ્ત્રી મેદાનમાં ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
ચિરાગ પરમારની પૂછપરછ દરમિયાન તે શેર બજારનું કામ કરતો હતો ત્યાર બાદ કેકેવી ચોકમાં રેસ્ટોરન્ટ શુર કરવા માટે હરી ધવા માર્ગ પર રહેતા કાર્તિકભાઇ પાસેથી રુા.6 લાખ વ્યાજે લીધા હતા. દરમિયાન કોરોનાના કારણે લોક ડાઉન થતાં રેસ્ટોરન્ટ બંધ કરી દીધું હતુ પરંતુ કાર્તિકને માસિક સાત ટકા વ્યાજ ચુકવવા માટે મોરબી નજીક આવેલા નાની વાવડીના હાર્દિક કૈલા અને જીતેન્દ્ર વઘાસીયા પાસેથી રુા.15 લાખ વ્યાજે લીધા હતા. કાર્તિકને અત્યાર સુધીમાં રુા.10 લાખ અને હાર્દિક કૈલાને રુા.20 લાખ વ્યાજ સહિત ચુકવી દીધા છે. બંનેને વ્યાજ ચુકવવા માટે હસુ સાપોવાડીયા, ર્દશન પટેલ પાસેથી રુા.9 લાખ માસકિ 15 ટકા વ્યાજે લીધા હતા. દરમિયાન ચિરાગને ન્યુડ વીડિયો મેસેજ આવતા તેને હિન્દી ભાષી શખ્સોએ પોલીસ ફરિયાદ કરવાની ધમકી દઇ બ્લેક મેઇલીંગ કરી મોટી રકમ પડાવતા ખોડીયારપરાના સંજય ગમારા પાસેતી ત્રણેક માસ પહેલાં રુા.4 લાખ લીધા હતા.
ચિરાગ પરમારને વ્યાજના દસેય ધંધાર્થીઓ અવાર નવાર ઘરે આવી વ્યાજની ઉઘરાણી કરી માર મારતા હોવાનું અને અપહરણ કરી બળજબરીથી ચેકમાં સહીઓ કરાવી લીધાની અને પ્રોમીસરી નોટ લખાવી લીધી હતી. વ્યાજખોરો વધુ વ્યાજની ઉઘરાણી કરવા ચિરાગના પરિવારને ધાક ધમકી દેતા હોવાથી એક અઠવાડીયા પહેલાં સ્કાય હાઇટસ મકાન ખાલી કરી હિજરત કરી હોવાથી બે દિવસ પહેલાં મોરબી પાસેના નાની વાવડી ગામના હાર્દિક જીતેન્દ્ર પરમાર અને હરેશ જલા ગઢવી જી.જે.3એમએલ. 5332 નંબરની કારમાં સ્કાય હાઇટસ ખાતે આવી પ્રથમ ચિરાગના મિત્ર પાર્થને મળી ચિરાગ અને તેના ભાઇ વિશાલનું સરનામું પુછયુ હતું ત્યાર બાદ મિતેશ પ્રકાશ જીલકાને ચિરાગ અને વિશાલનું સરનામું પુછી માર માર્યો હોવાથી મિતેશ જીલકાએ તાલુકા પોલીસમાં માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.
મિતેશ અને પાર્થને માર મારવાના ગુનામાં જામીન પર છુટી ફરી હાર્દિક પરમારે વિશાલ પરમાર સાથે મોબાઇલમાં વાત કરી પૈસા આપવા પડશે તેમ ધમકાવ્યો ત્યારે ચિરાગે પોતાના માતા-પિતાને હેરાન ન કરવા આજીજી કરી હોવા છતાં ધાક ધમકી દેતા કંટાળી સ્યુસાઇડ નોટ લખી આત્મહત્યા કરવા માટે ફિનાઇલ પીધાનું ચિરાગ પરમારે જણાવ્યું છે.