બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી, કડીમાં વાળ કપાવીને યુવક પોતાના ઘરે પરત ફરતા નડ્યો અકસ્માત
કડી તાલુકાના બોરીસણા ગામનો યુવક પોતાનું બાઈક લઈને કડી ખાતે આવ્યો હતો અને વાળ કપાવીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો, જે દરમિયાન કડીના હનુમંત પ્લાઝા થી કરણનગર રોડ તરફ જતા રોડ ઉપર સામેથી આવી રહેલ કારે બાઈક લઈને બોરીસણા તરફ જઈ રહેલ યુવકને ટક્કર મારતા ઘટના સ્થળે તેને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. જેને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ઇજાઓ વધુ ગંભીર હોવાથી તેને શીલજ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બુધવારે તેનું કરુણ મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
કડી તાલુકાના બોરીસણા ગામે રહેતા દિનેશજી ઠાકોર જેઓ ખેતીવાડી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે અને તેમનો એકના એક દીકરો કરણ ઠાકોર જેતપુરની હેસ્ટર કંપનીમાં નોકરી કરતો હતો. તે બે પુત્રીઓ અને પરિવાર સાથે જ રહે હતો. કરણ ઠાકોર પોતાનું બાઈક લઈને કડી ખાતે વાળ કપાવવા માટે આવ્યો હતો અને વાળ કપાવીને પોતાના ઘર પરત જઈ રહ્યો હતો તે સમયે હલમંત પ્લાઝા પાસે પહોંચતા તેને અકસ્માત નડ્યો હતો॰ બાઈક લઈને જઈ રહેલા બોરીસાણાના યુવકને સામેની બાજુથી આવી રહેલી કારે ટક્કર મારી હતી જ્યાં ઘટના સ્થળે તેને ગંભી રીતે ઇજાઓ પહોંચી હતી
માતાએ તેને ફોન કર્યો હતો કે બેટા ક્યાં આગળ છે તો કરણે કહ્યું હતું કે મમ્મી હું કંપનીમાં ઓવર ટાઈમ નોકરી કરીને કડી વાળ કપાવીને ઘરે આવીશ કરણ વાળ કપાવીને પોતાનું બાઈક લઈને કડીથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન હનુમંત પ્લાઝાથી કરણ નગર રોડ તરફ જતા રોડ ઉપર પહોંચતા સામેથી આવી રહેલ ગાડી નંબર GJ 2 CA 5244 ચાલકે ટક્કર મારતા કરણ પોતાના બાઈક સાથે રોડ ઉપર ધડાકાભેર પછડાયો હતો જ્યાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી
કરણને કડીના હનુમંત પ્લાઝા પાસે અકસ્માત થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા જ્યાં કરણને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પરિવારજનોને જાણ કરવામાં આવી હતી કરણને માથાના તેમજ અન્ય ભાગે ગંભીર રીતે ઇજાઓ પહોંચતા તેને શીલજ ખાતે આવેલ હેલ્થ વન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં બુધવારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પિતાના એકના એક પુત્રનું અને બે દીકરીઓના પિતાનું કરુણ મોત થતા પરિવારમાં શોખ પસરી ગયો હતો જ્યાં ઘટનાને લઇ કડી પોલીસે ગાડી ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો
રિપોર્ટર કિશોર ગુપ્તા
મહેસાણા