- સાયલાના થોરિયારી ગામના જયેશ વ્યાસ નામના યુવાનનું ટેન્કર પાછળ કાર અથડાતા મૃત્યુથી પરિવારમાં શોક
લીમડી રાજકોટ હાઇવે ઉપર આવેલા વડોદ નજીક વધુ એક અકસ્માત સર્જાયો છે ટેન્કર પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે જોકે કારચાલકનો ઘટના સ્થળે મોત નીપજવા પામ્યો છે ઉલ્લેખનીય હશે કે કારનું ટાયર ફાટી જતા આગળ જતાં ટેન્કર પાછળ કાર ઘૂસી ગઈ હતી જેમાં સાયલા તાલુકાના થોડીયાળી ગામના આશાસ્પદ યુવક વ્યાસ જયેશભાઈ રાજુભાઈ નામના યુવકનું મોત નીપજવા પામ્યું છે.
યુવકના મૃતદેહને પીએમ માટે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જોકે ઘટનાની જાણ થતા જોરવનગર પોલીસ ઘટના કરે દોડીને આ બાબતે તપાસ હાથ ધરી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવે ઉપર રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે ત્યારે વધુ એક અકસ્માતે આશાસ્પદ યુવકનો જીવ લઈ લીધો છે આ મામલે ગુનો દાખલ કરી અને કાર્યવાહી પોલીસ વિભાગે પણ હાથ ધરીને પરંતુ સાયલા તાલુકાના થોડીયાળી ગામના યુવકનું મોત નીપજ્યા બાદ નાના એવા થોરીયાળી ગામમાં પણ શોકનો મોજું ફરી વળવા પામ્યું છે.મળતી વિગત અનુસાર કાર ચાલકનું ટાયર ફાટતાં કાર ચાલક દ્વારા સ્ટેરીંગ ઉપરથી કાબૂબાવવામાં આવ્યો હતો આગળ જતાં ટેન્કર પાછળ કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી જેને લઇને ગંભીર ડ્રાઇવરને ઇજાઓ થઈ હતી કાર ચાલકને ડ્રાઇવરને ઇજાઓ થતા પ્રથમ સારવાર માટે સાયલા ખાતે લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાંના હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા જોકે આ સંદર્ભે પોલીસ પહોંચી ગઈ હતી અને આ યુવકના પરિવારજનોને પણ જાણ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.