આજ નો યુવાન ધારે તે કરી શકે એ ઉક્તિ ને સાર્થક કરતો યુવાન ખેડૂત એટલે કાલાવડ તાલુકા ના આણંદપર ગામ નો વિશાલભાઈ લવજીભાઈ જેસડિયા. દર વર્ષે ખેતી માં કંઈક નવીન પાક નું વાવેતર કરી અને આજુબાજુ ના ખેડૂતો માટે પ્રેરણા પુરી પાડતા હોઈ છે ત્યારે આ વર્ષે પણ વિશાલભાઈ દ્વારા પાઈનેપલ (પીળા) તરબૂચ નું વાવેતર કરી આજુબાજુ ના લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.
આ તકે કાલાવડ તાલુકા વિસ્તરણ અધિકારી સાગરભાઈ કેરાળિયા દ્વારા તરબુચ ના ફાર્મ ની શુભેચ્છા મુલાકાત કરી હતી . આ ઉપરાંત આજુબાજુ ના ખેડૂતો મોટી સંખ્યા માં વિશાલભાઈ ની મુલાકાત લઈ ને ખેતી માં નવું શીખી રહ્યા છે.