હાલમા જ સમગ્ર રાજ્યમા બાળકો ગુમ થવાની અફવા ટોપ ઓફ ધી ટાઉન બની છે દરેક સ્થળે માત્ર બાળકો ઉઠાવી જનારી ગેંગની જ ચચાઁ થતી દેખાય છે તેવામા કેટલાક પરપ્રાંતિય લોકો આ અફવાઓના કારણે બેકશુર લોકો પણ ભોગ બન્યા છે પરંતુ થોડા અંશે આ દરેક બાબતને અફવા ગણી તંત્રે અવગણના ન કરવી જોઇએ ત્યારે હાલમાજ ધ્રાગધ્રા શહેરના જોગાસર રોડ પાસે રહેતા બંગાલી પરીવારનો 20 વષીઁય દિકરો છેલ્લા પંદરેક દિવસથી ગાયબ છે તેઓના પરીવારમા માત્ર એક માતા તથા ભાઇ છે.
પિતાનુ ઘણા વષોઁ પહેલા દેહાંત થયુ હતુ ત્યારે ગુમ થયેલ દિકરાની માતા તમામ દિકરાઓનુ પેટ ભરી ગુજરાન ચલાવતા હતા તેવામા ગત 18જુનના રોજ પોતાનો 20 વષીઁય દિકરો પ્રકાસ કિશનભાઇ કામળે રાત્રીના 9:00 કલાકે કોઇને કહ્યા વગર જ ઘરેથી ચાલ્યો ગયો હોવાનુ માનવામા આવે છે જ્યારે તેઓના માતા દ્વારા પોતાના 20 વષઁના દિકરાની મોડી રાત્રી સુધી તપાસ કરી ભાળ નહિ મળતા અંતે સ્થાનિક પોલીસની મદદ માંગવી પડી હતી જ્યારે સ્થાનિક પોલીસ દ્વારા જે તે સમયે લાપતા થયેલ પ્રકાસ કામળેની ગુમ થયા હોવાની જાણવાજોગ અરજી પણ લીધા વિના દિકરાની માતાને ત્યાથી હાકી કાઢ્યા હતા જ્યારે આ બનાવને આજે પંદરેક દિવસ જેટલો સમય થયો છતા પણ હજુ સુધી 20 વષીઁય પ્રકાસની જાણ સ્થાનિક પોલીસે કરી નથી.
જ્યારે સ્થાનિક સીટી પોલીસ દ્વારા આ લાપતા દિકરાને શોધવાની તશ્દી પણ લેવાઇ ન હોય તેવુ જાણવા મળ્યુ છે. તેવામા 20 વષઁના દિકરાની યાદમા તેની માતા દર નવા દિવસ તથા રાત્રીના ચોધાર આંશુએ રડે છે પરંતુ પોલીસના પેટનુ પાણીય ડગતુ નથી જ્યારે પોલીસની નિષ્ક્રીયતાથી લાપતા દિકરાની સાથે કોઇ ઘટના ઘટે તો તેનુ જવાબદાર કોણ તેવો પ્રશ્નાથઁ દિકરાની માતાએ પોલીસ તંત્ર સામે ઉચ્ચાયોઁ છે. ત્યારે ખરેખર પોલીસ જો થોડી સટીકતા દાખવે તો એક પિતા વગરના દિકરાને તેની માતા સાથે કદાચ મિલન થઇ શકે તેમ છે.