આપણા દેશમાં લગ્નને એક પવિત્ર અને જન્મો જનમનો સંબંધ માનવામાં આવે છે. કોઇપણ ધર્મમાં લગ્નને જન્મોજનમનો સંબંધ માનવામાં આવે છે. પરંતુ તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે દુનિયામાં એક એવો દેશ પણ છે. જ્યાં લગ્ન ફક્ત એક રાત માટે જ હોય છે આ લગ્નમાં દુલ્હન પોતે જ વરરાજાની પસંદગી કરે છે અને તેને પસંદ કરવાની રીત પણ અલગ હોય છે.

આ રિવાજ ચીનના શિલિંગ ઘાટીમાં રહેતા લોકોનો છે. કેટલાય વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને આજે પણ ત્યાના લોકો નિભાવે છે. આ પ્રકારના લગ્નની મજા ત્યાં ફરવા આવતા લોકો પણ માણે છે. આ લગ્નમાં દુલ્હન પોતાના પતિને આસપાસના લોકોમાંથી નહિ પરંતુ ત્યાં ફરવા આવતા લોકોમાંથી જ પસંદ કરે છે. છોકરીઓ પોતાની હોડીઓની પાસે છત્રી લઇને ફરવા આવતા પ્રવાસીઓની રાહ જુએ છે. જ્યારે પ્રવાસીઓનું કોઇ જુથ આવે છે. તો તેને લઇને તે પોતાના ઘરે જાય છે. છોકરીના પરિવારના લોકો પણ આ વિવાહથી ઉત્સાહિત હોય છે. ઘરને સારી રીતે શણગારે છે. અને આંગણામાં ડોલી રાખવામાં આવે છે.

જ્યારે પ્રવાસીઓ તેમના ઘરે આવે છે ત્યારે સંગતનો પ્રોગ્રામ શ‚ થાય છે. લગ્નની શ‚આત દુલ્હનના પિતા તરફથી હોય છે તે તમામ પ્રવાસીઓને તેમના આ રીત-રીવાજ વિશે સમજાવે છ.ે અને ત્યાર પછી દુલ્હન હાથમાં લાલ કપડા લઇને જાય છે. અને તેને પ્રવાસીઓ પર ફેંકે છે. જે વ્યક્તિ પર તે લાલ કપડુ પડે તેને વરરાજાના કપડા પહેરાવવામાં આવે છે. અને ધામધુમથી બંનેના લગ્ન કરવામાં આવે છે. આ નવદંપતી કેટલાક કલાકો સુધી સાથે રહે છે. અને જો બંનેની મરજી હોય તો બંને એક દિવસ સાથે વિતાવી શકે છે. પરંતુ તે પછી બંનેનુ અલગ થવાનું નિશ્ર્ચિત હોય છે.

આ લગ્ન વાસ્તવમાં શિલિંગ ઘાટીની જનજાતિ સંસ્કૃતિને સમજાવવા માટે કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.