પાંચ હજાર રાજપુત યુવાનો દ્વારા તલવાર બાજીનો યોજાશે તાલબધ્ધ રાસ: ગુરૂવારે શહિદ શ્રધ્ધાંજલિ સમારોહમાં અશ્ર્વદોડ સ્પર્ધા સહિતના આયોજનો: કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહજી શેખાવત સહિતનાની ઉપસ્થિતિ

ભૂચર મોરી શહિદ સ્મારક ધ્રોલ ખાતે તા.18ને ગુરૂવારના રોજ શહિદ શ્રધ્ધાંજલિ સમારોહમાં પાંચ હજાર રાજપુત યુવાનોની તલવાર બાજીનો નવો વિશ્ર્વ રેકર્ડ સ્થપાવાનો છે ત્યારે ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજા, શહેર પ્રમુખ કિરીટસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ કિશોરસિંહ જેઠવા, શહેર મહામંત્રી પથુભા જાડેજા અને હિતુભા ઝાલાએ વિશેષ વિગતો આપી હતી.

IMG 20220816 WA0009

તા.18 ઓગસ્ટ, શિતળા સાતમ, ગુરૂવારના રોજ ભૂચર મોરી શહીદ સ્મારક, ધ્રોલ ખાતે શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ નિમિતે 5000 રાજપુત યુવાનોની તલવાર બાજીના નવા વિશ્ર્વ રેકોર્ડની સ્થાપના કરવાનો લક્ષ્ય રાખેલ છે. આ અનોખા, વિશિષ્ઠ કાર્યક્રમનું આયોજન કરેલ છે.

આ કાર્યક્રમના મહેમાનો તરીકે ગજેન્દ્રસિંહ શેખાવત, કેન્દ્રીય જળશક્તિ મંત્રી, ભારત સરકાર, નવી દિલ્હી અને માનવંતા મહેમાનોમાં પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ મહામંત્રી, ગુજરાત ભાજપ કિરીટસિંહ રાણા, મંત્રી વન અને પર્યાવરણ વિભાગ, કિર્તીસિંહ વાઘેલા, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), ધારાસભ્ય અને પૂર્વ મંત્રી, આઇ.કે.જાડેજા, પૂર્વ મંત્રી ગીતાબા જાડેજા, ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, ધારાસભ્ય કરણસિંહ ઝાલા, યુવા ઉદ્યોગપતિ, દેવસોલ્ટ પ્રા.લિ., ડો.જયેન્દ્રસિંહ જાડેજા, મેનેજિંગ ટ્રસ્ટી, યુવા સંઘ, પી.ટી.જાડેજા, ઉદ્યોગપતિ અને દાતા, આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ યુવા સંઘ, એસ.ડી.ઝાલા, ઉદ્યોગપતિ, પર્વ મેટલ ાદિં કમિં, રાજકોટ, પી.એ.જાડેજા, બીઝનેસ મેન અને કોર્પોરેટર, વડોદરા વિગેરે ઉ5સ્થિત રહેશે.

દેશ અને ધર્મ કાજે શહીદ થયેલા હજારો શહીદોની યાદમાં છેલ્લા 30 વર્ષોથી અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ અને ભૂચર મોરી શહીદ સ્મારક ટ્રસ્ટ દ્વારા શહીદ શ્રદ્વાંજલી સમારોહનું આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે આ શહીદ શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે આ વિશિષ્ઠ કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં 5000 કરતાં વધુ રાજપૂત યુવાનો તલવાર બાજી કરીને શહીદોને શ્રદ્વાંજલી અર્પણ કરશે અને સામૂહિક તલવાર બાજીમાં એક નવો વિશ્ર્વ રેકોર્ડ બનાવે એવું ભવ્ય આયોજન કરેલ છે. ગુજરાતના 17 જિલ્લાઓમાં રાજપૂત યુવાનોએ છેલ્લા એક મહિનાથી તલવાર બાજીની સઘન તાલીમ લીધી છે અને યુવાનોમાં ભારે ઉત્સાહ પ્રવર્તે છે અને તલવાર બાજીમાં નવો વિશ્ર્વ રેકોર્ડ કરવા થનગની રહ્યા છે. આ અનોખા, અજોડ, દર્શનીય, ઐતિહાસિક કાર્યક્રમને નિહાળવા સૌ નાગરિકોને પધારવા અનુરોધ કરાયો છે.

ભૂચર મોરીનો ટુંકો ઇતિહાસ

ગુજરાતના છેલ્લા બાદશાહ મુઝફ્ફર ત્રીજાને જુનાગઢ દ્વારા આશરો અપાતાં અને જુનાગઢ દ્વારા જામ સતાજીની મદદ માટે પત્ર લખતાં, જામ સતાજીએ 30,000નું સૈન્ય મદદ માટે મોકલેલ હતુ. જેના સેનાપતિઓ ભાણજી દલ અને જેસાજી વજીર હતા. વિક્રમ સંવત 1630માં જુનાગઢમાં થયેલ આ પ્રથમ યુધ્ધમાં અકબરના સૈન્યને જામ સતાજીના લશ્કર દ્વારા સજ્જડ પરાજય આપીને અકબરનો વિશાળ શસ્ત્ર-સરંજામ કબ્જે કરી લીધો હતો. (જે યુધ્ધમાં જુનાગઢએ ભાગ લીધો ન હતો અને જુનાગઢના દરવાજા બંધ કરી દીધા હતા) અકબરના 3530 ઘોડાઓ, 52 હાથીઓ, પલખીઓ વિગેરે સરંજામ કબ્જે કરી લીધો હતો.

સજ્જડ હારનો બદલો લેવા વિક્રમ સંવત 1640માં અકબરના હુકમના અનુસંધાને અકબરના એક ઉમરાવ ખાન ખાનાએ જામનગર તરફ કૂચ કરી. તમાચણ પાસે થયેલ મોટા યુધ્ધમાં અકબરના સૈન્ય અને જામ સતાજી વચ્ચે યુધ્ધ થયું. જેમાં પણ અકબરના સુબા ખાન ખાનાને બહુ ખરાબ રીતે હરાવ્યો હતો અને તેણે બચેલા સૈન્ય સાથે ભાગવું પડ્યું હતું.

હવે માત્ર જામ સતાજી જ બચાવી શકે છે, એમ માનીને મુઝફ્ફર શાહ ત્રીજો કુટુંબ કબીલા સાથે જામ સતાજીના શરણે આવ્યો. આશરે આવેલાની રક્ષા કરવીએ “ક્ષત્રિય ધર્મ” છે, એમ માનીને મુઝફ્ફરને સોંપવાના અકબરના પત્રના જવાબમાં જામ સતાજી સોંપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો.

જેથી ભૂચર મોરીના મેદાનમાં થયેલ સૌરાષ્ટ્રનું સૌથી મોટું યુધ્ધ વિક્રમ સંવત 1648માં થયું હતું. જે યુધ્ધનો અંત શિતળા સાતમના રોજ થયો હતો અને તેમાં હજારો યોદ્વાઓએ શહીદી વહોરી હતી. આ યુધ્ધમાં થયેલ ખુવારી પછી 8 મહિને અકબરે જામ સતાજી સાથે સમાધાન કરીને જામનગરનું રાજ્ય પાછું સોંપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.