નોન સ્ટોપ ક્લેપિંગમાં અંજારના યુવાનનો દુનિયામાં ડંકો
અબતક-રાજકોટ
ગુજરાતમાં એક અનોખો વિશ્વ વિક્રમ સર્જાયો છે. જેમાં અંજારના વિરલ યોગ સેન્ટરના યોગાચાર્ય વિરલભાઈ આહિરએ 3 કલાક 10 મિનિટ સુધી અટક્યા વગર 33,900થી વધુ તાળીઓ વગાડી વિશ્વનો પહેલો નોન સ્ટોપ કલેપિંગ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
અંજારના વિરલ યોગ સેન્ટરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના મુખ્ય જજ મિલનભાઈ સોની અને દિવ્યાની સોની ઉપસ્થિત હતા. હાલમાં જ સૂર્ય નમસ્કારમાં સ્ટેટ ચેમ્પિયનશીપ હાંસિલ કર્યા પછી આ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ગૌરવનું એક પંખ ઉમેર્યું છે. આ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા તેમણે સમગ્ર વિશ્વમાં અંજાર- ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
આ અનોખા વર્લ્ડ રેકોર્ડ મામલે અંગે અંજારના યુવા યોગાચાર્ય વિરલભાઈ આહિરે જણાવ્યું હતું કે, અત્યાર સુધી ક્લેપીંગના જે રેકોર્ડ નોંધાયા છે તે માત્ર એક મિનીટ પૂરતા જ છે.
પરતું 3 કલાકથી વધુના સમય સુધી સમગ્ર વિશ્વમાં કોઈ વ્યક્તિ ક્લેપીંગ કરી શક્યું નથી. જેથી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડીયામાં નામ દર્જ થયા બાદ હવે વૈશ્વિક કક્ષાએ ભારતનું નામ રોશન કરવા ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુકમાં નામ નોંધાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.