- વિશ્ર્વના બે સૌથી મોટા દેશો ભારત અને ચીન એશિયા ખંડના છે: વિશ્ર્વની વસ્તી 2050 સુધીમાં 9.7 અને 2100 સુધીમાં 10.4 અબજ થવાની ધારણા છે: 1987 માં વિશ્ર્વની વસ્તી પાંચ અબજે પહોંચી તે વર્ષથી દર વર્ષે આ દિવાસ ઉજવાય છે: 2000 પછીથી માતાના મૃત્યુદરમા 34 ટકાનો ઘટાડો થયો છે
- આજે વિશ્ર્વ વસ્તી દિવસ
- દર વર્ષે વિશ્ર્વની વસ્તીમાં 8.5 કરોડ લોકો ઉમેરાય છે: ગરીબ દેશોમાં ઝડપથી વસ્તી વધી રહી છે : વિશ્ર્વની વસ્તીને સાત અબજથી આઠ અબજ પહોંચવામાં 12 વર્ષ લાગ્યા હતા
આજે વિશ્ર્વ વસ્તી દિવસ, જનસંખ્યા ઓછી હોય ત્યારે જ લગભગ બધાને સુખાકારી આપવામાં સરળતા રહે છે. સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વસ્તીમાં ચીન પછી ભારતનો ક્રમ આવે છે. આપણો દેશ વર્ષોથી કુંટુંબ કલ્યાણ, નિયોજન બાબતે મહેનત કરી રહ્યો છે પણ લોકતાંત્રીક દેશ હોવાથી સભાનતા અને શિક્ષણના પ્રચાર વગર વસ્તી વધારા ઉપર અંકુશ મેળવવો તકલીફ વાળું કામ છે. વસ્તી કંટ્રોલ કરવામાં અસાક્ષરતા સૌથી મોટી મુશ્કેલી સર્જે છે. દર વર્ષે વિશ્ર્વની જનસંખ્યામાં 8 કરોડથી વધુ લોકો ઉમેરાય છે.
આજ દર ચાલું રહેશે તો 2030 સુધીમાં વિશ્ર્વની વસ્તી 8 અબજનો આંક વટાવી દેશે. સૌથી આ કપરી કામગીરીની આડખીલીરૂપ ક્ધયા કેળવણી બાબતે સભાનતા નથી, આજે પણ દેશમાં છોકરા કરતાં છોકરીઓ માત્ર 10 ટકા જ શિક્ષિત જોવા મળે છે, જેને કારણે તેમનામાં પરિવાર નિયોજનની માહિતીનો અભાવ જોવા મળે છે. આપણાં દેશના આ વિષયક સરકારી આંકડા સર્વે અહેવાલમાં આગામી દશ વર્ષમાં વસ્તી કંટ્રોલની દિશા સાથે 2031 થી 2041 સુધીમાં વસ્તી પર અંકુશ મેળવી લેવાશે.
આ વર્ષની વિશ્ર્વ વસ્તી દિવસની ઉજવણી થીમ “કોઈને પાછળ ન છોડો, દરેકને ગણો” છે. વિશ્ર્વના તમામ લોકો માટે એક સ્થિતિ સ્થાપક ભવિષ્ય તરફ-તકોનો ઉપયોગ કરવો અને બધા માટે અધિકારો અને પસંદગીનું જતન કરવાની ખાત્રી આપવી તેવો હેતું છે. વિશ્ર્વના સંશોધનોનો ઉપયોગ બિનટકાઉ દરે વધી રહ્યો હોવાથી વધુ પડતી વસ્તીએ એક ગંભીર ચિંતાનો વિષય છે. ભારત-ચીન સહિતના દેશોએ મંથન કરવાનો અને યુધ્ધ ધોરણે પગલા ભરવાનો દિવસ છે. આપણો દેશ વસ્તી નિયંત્રણ કાયદો લાવવાની દિશામાં કાર્યરત થયો છે.જે એક સારી બાબત છે.
મહિલાઓને કુટુંબ નિયોજન લિંગ સમાનતા અને માતૃત્વ આરોગ્ય સંભાળની, સુલભતાની ખાતરી આપવાની જરૂરિયાત પહેલા કરતા આજે મહત્વપૂર્ણ છે, કારણ કે માતાના સ્વાસ્થ્ય અને કુટુંબ નિયોજનના મુદ્દા ઉપર જ વસ્તી અંકુશના સારા પરિણામો મળી શકશે. આજનો દિવસ વસ્તી વૃધ્ધિથી પ્રકૃત્તિના સતત વિકાસ પર પડતી તમામ નકારાત્મક અસરો વિશે જાગૃત્તિ લાવવાનો છે.
1989 માં સંયુક્ત રાષ્ટ્રવિકાસ કાર્યક્રમની તત્કાલીન ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી હતી. 11 જુલાઇ 1990 થી આ દિવસ ઉજવણી શરૂ થઇને પ્રથમ વખત 90 થી વધુ દેશો ઉજવણીમાં જોડાયા હતા. આ વર્ષથી થીમ સૂચવે છે કે આજે 8 અબજ લોકો જીવે છે, પરંતુ બધા સમાન નથી. અધિકારો, વર્ગ, ધર્મ, વંશીયતા, જાતીય અભિગમ, અપંગતા, મૂળ દેશને આધારે ભેદભાવ, સતામણી, હિંસા જેવા ઘણા વસ્તી અંકુશમાં નડી રહ્યા છે. 2011 માં વિશ્ર્વની વસ્તી 7 અબજે પહોંચી ગઇ હતી. આના કારણોમાં આયુષ્ય લંબાયુ, માતા-બાળ મૃત્યુદરમાં ઘટાડો, વિવિધ રોગો સામેની અસરકારક રસીઓ સાથે ટેકનોલોજીની નવિનતાને કારણે મૃત્યુદરમાં ઘટાડો થતાં વસ્તી નિયંત્રણમાં તકલીફો જોવા મળે છે.
એક દાવા મુજબ વિશ્ર્વ હાલમાં વિનાશક અતિશય વસ્તી અથવા આપત્તિજનક વસ્તીના પતનની આરે છે. ઇતિહાસમાં પ્રથમવાર દેશની સરેરાશ ઉંમર અને વસ્તીના પ્રજનન દરમાં ભારે વિવિધતા જોવા મળે છે. વિશ્ર્વની લગભગ 60 ટકા વસ્તી એવા દેશોમાં રહે છે. જ્યાં સ્ત્રી 2.1 બાળકોની પ્રજનન ઓછી છે. અન્ય દેશોમાં યુવાનોની વસ્તી વિશાળ હોવાથી તે ઝડપથી વધી રહી છે.
એક સર્વે મુજબ આવતાં દાયકોમાં વૈશ્ર્વિક વસ્તીની વૃધ્ધીમાં સતત ઘટાડો ચાલું રહેશે તેમ છતાં વિશ્ર્વની વસ્તી આજની સરખામણીએ 2050 માં 20 થી 30 ટકા સુધી વધશે. સૌથી ઝડપથી વિકસતી વસ્તી સૌથી ઓછા વિકસીત દેશોના જૂથમાં જોવા મળે છે, છેલ્લા બે દશકામાં વાર્ષિક 2.4 ટકાના દરે વૃધ્ધી પામી હતી. આજ રીતનું ચાલું રહેશે તો 2030 માં 8.5 બિલિયન, 2050 માં 9.7 બિલિયન અને 2100 માં 10.9 બિલિયન વસ્તી થવાની ધારણા છે. આજે વિશ્ર્વની પ્રજનન ક્ષમતામાં ઘટાડો થયો હોવા છતા વસ્તી વૃધ્ધીનો આંક ઘટતો નથી. શરૂઆતમાં 64.5 વર્ષનો આજે 72.6 વર્ષ આયુષ્ય માનવીનું જોવા મળે છે. 1950 થી 2020 વચ્ચે વિશ્વની વસ્તી ત્રણ ગણી વધી ગઇ છે. છેલ્લા બે દશકામાં વૈશ્ર્વિક 1.2 ટકાના સરેરાશ દરે વિશ્ર્વની વસ્તી વધી હોવા છતાં 48 દેશોમાં વસ્તી ડબલ થઇ ગઇ હતી.
વર્લ્ડ પોપ્યુલેશન નો 2024 નો રિપોર્ટ જણાવે છે કે વિશ્ર્વની લગભગ અડધી ગર્ભાવસ્થા ઈચ્છા વિરુદ્ધ ની છે અને અણધારી ગર્ભાવસ્થા આરોગ્ય, માનવતાવાદી, માનવ અધિકારો અને સમાજીક-આર્થિક જોડાણની શોધ કરે છે. આજે વિશ્વભરમાં વસ્તીના મુદ્દાઓ વિશે જ્ઞાન ફેલાવવા વિશ્ર્વ વસ્તી ગણતરી કરાય છે. વિશ્ર્વની વસ્તી છેલ્લા 200 વર્ષમાં ઝડપી વૃધ્ધી પામી છે. ચીન અને ભારત જેવા દેશો અને મળીને વિશ્વની કુલ વસ્તીનો 38 ટકા હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત 4.2 અબજ લોકો સાથે એશીયાખંડની સૌથી વધુ વસ્તી છે. વિશ્ર્વભરના અન્ય ખંડોની તુલનામાં એશિયાખંડમાં 60 ટકા વસ્તી છે.
છેલ્લા ત્રણ દાયકાથી આ દિવસ ઉજવાય છે, અને તેનો હેતું વસ્તી વધારાના મુદ્દાના મહત્વ પર વિશ્ર્વનું ધ્યાન કેન્દ્રીત કરવાનો છે. વસ્તી સંબંધિત મુદ્દાઓમાં બાળલગ્ન, બાળકનું સ્વાસ્થ્ય, આરોગ્ય અધિકાર અને કૌટુંબિક આયોજન જેવાનો સમાવેશ થાય છે. બીલ ગેટ્સના જણાવ્યા મુજબ સ્વાસ્થ્યમાં સુધારો કરીને મહિલાઓને સશક્તિકરણ કરીને, વસ્તી વૃધ્ધી ઘટે છે. અબ્દુલ કલામે જણાવ્યું હતું કે વિશ્ર્વની લગભગ અડધી વસ્તી ગ્રામિણ વિસ્તારમાં રહે છે અને મોટાભાગે ગરીબીમાં જીવે છે. માનવ વિકાસમાં આવી અસમાનતાઓ, અશાંતિ અને વિશ્વના કેટલાક ભાગોમાં હિંસાનું પ્રાથમિક કારણ છે.
વસ્તી વિસ્ફોટ સમગ્ર વિશ્ર્વના મોટાભાગના દેશો માટે જટિલ સમસ્યા બની ગઇ છે. વિશ્ર્વના વિકસીત અને વિકાસશીલ બંને દેશોમાં જે સ્તરે વસ્તી વધારો વધી રહ્યો છે તે ચિંતાપ્રેરક બાબત છે. પૃથ્વી પરના કુદરતી સંપતિના જથ્થામાં વધારો થતો નથી પણ તેના વપરાશકર્તાની સંખ્યા દિનપ્રતિદીન વસ્તી વધી રહી છે. હાલ ભારત, ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોમાં વસ્તી વિસ્ફોટના દરના પ્રમાણમાં વધારો જોવા મળે છે. વસ્તી વધારાને કારણે આપણાં દેશમાં માથાદીઠ આવકમાં ધીમી વૃધ્ધી, ખાદ્ય પદાર્થોની અછત, જમીન પર વસ્તીનું દબાણ, ઉત્પાદન પર અસર, વસ્તીના પર્યાવરણ ઉપર અસર, બેકારીમાં વૃધ્ધી જેવી મુશ્કેલી જોવા મળે છે.
વસ્તી વધારો અભિશાપ સાથે અમુક બાબતમાં આર્શિવાદરૂપ પણ છે જેમ કે મોટું શ્રમ બજાર, ઉત્પાદનમાં વધારો, ખેતીના વિકાસમાં વધારો, પરંપરાગત ઉદ્યોગોનો વિકાસ, જીવન ધોરણમાં સુધારો જેવા ઘણા લાભો પણ થયા છે. આજના યુગમાં મોંઘવારી સાથે સંતાનોના શિક્ષણ સહતના ખર્ચની ગણતરી કરીએ તો કોઇપણ વ્યક્તિને એક કે બેથી વધુ સંતાનો પરવડી શકતા જ નથી તેથી જ નાનુકુટુંબ-સુખી કુટુંબ વર્ષોથી ચાલી આવતું વાક્ય છે પણ નિરક્ષર પ્રજા તો આ વાત સમજતી ન હોવાને કારણે વસ્તી વધારો અંકુશ કરવો કઠિન છે. શિક્ષણ બધા મેળવે તો જ દેશ આ સમસ્યાથી બહાર નીકળી શકે અથવા કડક કાયદાનો અમલ થાય તો જ ધાર્યા પરિણામ મળી શકે છે.
આપણાં દેશની રાષ્ટ્રીય વસ્તી નીતિને સફળ બનાવવાની સાથે-સાથે પરિવાર નિયોજન કે પરિવાર કલ્યાણ બાબતે જાગૃત્તિ લાવવાની જરૂર છે. ગયા વર્ષે આપેલી થીમ જાગૃત બનો, જવાબદાર બનો આજના યુગમાં દરેક પૃથ્વીવાસીને બરોબર લાગું પડે છે. આપણાં દેશમાં ઘણા લોકો આજે પણ જન્મ કે મરણની સરકારી ચોપડે નોધ પણ કરાવતા નથી જે દુ:ખદ બાબત છે. આપણાં દેશમાં વસ્તી વધારાને કારણે માથાદીઠ આવકમાં ધીમી વૃધ્ધિ, ખાદ્ય પદાર્થોની અછત, ઉત્પાદન પર અસર, વસ્તીની પર્યાવરણ પર અસર, બેકારીમાં વૃધ્ધિ જેવી ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને કારણે વિશ્ર્વમાં આજે પણ સાત કરોડ બાળકોને પ્રાથમિક શિક્ષણ જ મળી રહ્યું નથી.
વિશ્ર્વમાં બેકારીને કારણે અંદાજે 13 ટકા લોકો પાસે કામ નથી. આજે શિક્ષણનો વ્યાપ વધતા યુવા વર્ગ શિક્ષણ લઇ રહ્યો છે જેની અસર આગામી સાત-આઠ વર્ષમાં દેખાતા 2030 માં ભારતની સ્થિતિ સારી હશે એ વાત નક્કી છે. આપણાં દેશનાં નાગરિકો સમજ કેળવશે નહીં તો જલ્દી આપણે વિશ્ર્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો નંબર વન દેશ બનીને ચીનને બીજા ક્રમે મોકલી આપીશું. વસ્તી વિસ્ફોટનું મુખ્ય કારણ નિરક્ષરતાનું વધતું પ્રમાણ છે. એક સર્વેના આંકડા મુજબ 2031 થી 2041 વચ્ચે આ સમસ્યામાંથી દેશ નીકળી શકે એવી શક્યતાઓ છે.
દુનિયાની 60 ટકાથી વધુ વસ્તી એશિયા ખંડમાં વસવાટ કરે છે !!
હાલ વિશ્ર્વમાં 7 અબજથી વધુ વસ્તી જોવા મળે છે, તે પૈકી 37 ટકા વસ્તી તો ભારત અને ચીનમાં છે, ઉપરાંત 4.2 અબજ એટલે વિશ્વની વસ્તીનો 60 ટકા હિસ્સો એશિયાખંડના દેશોમાં વસવાટ કરતો જોવા મળે છે. વિશ્ર્વમાં વસ્તી વધારો રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે, જે લાલબત્તી સમાન છે. વસ્તી વિસ્ફોટ સમસ્યા કુદરતી નથી પણ માનવ સર્જિત છે. જો પૃથ્વી પર વસતો કે ભારત-ચીનમાં વસતો દરેક નાગરીક આ બાબતે જાગૃત થાય તો જ આ સમસ્યા નિવારી શકાય તેમ છે.