• મહીસાગરમાં જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને પશુધન વસ્તી ગણતરી માટે વર્કશોપ યોજાયો

મહીસાગર ન્યુઝ : મહીસાગર જીલ્લા પંચાયત પશુપાલન શાખા ખાતે જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલના અધ્યક્ષ સ્થાને આગામી તા. 1 લી સપ્ટેમ્બર થી શરૂ થનાર 21મી પશુધન વસ્તી ગણતરી માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. મહીસાગર જીલ્લાના કુલ 705 ગામોમાં અંદાજીત 8.50 લાખથી વધુ પશુઓની ગણતરી કરવામાં આવનાર છે. ત્યારે આ વર્કશોપમાં નાયબ પશુપાલન નિયામક એમ જી ચાવડા પશુપાલન વિભાગના અધિકારીઓ, પશુધન ગણતરી પ્રક્રિયામાં ભાગ લેનાર 80 ગણતરીદારો, 6 સુપરવાઈઝર અને 1 જીલ્લા નોડલ અધિકારી આ વર્કશોપમાં હાજર રહ્યા હતા. આ વર્કશોપમાં જાતિ,ઓલાદ મુજબ કઈ રીતે માહિતી ભરવી તે સમજાવવામાં આવ્યું હતું.

A workshop for livestock census was held in Mahisagar under the chairmanship of District Development Officer

વર્કશોપના અંતે જીલ્લા વિકાસ અધિકારી દ્વારા જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત દરેક ગણતરીદારોને આખા વર્કશોપની કલર કોપી આપવા માટે પશુપાલન શાખાને સુચના આપવામાં આવી. તેમજ પશુપાલન શાખા દ્વારા જીલ્લાના પશુપાલકોને વિનંતી કરવામાં આવી કે ગણતરીદારો જયારે પશુધન વસ્તી ગણતરીની કામગીરી કરવા માટે આવે ત્યારે તેમને પુરતી માહિતી આપી સહકાર તથા સહયોગ આપવો. જેથી આ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરી શકાય.

A workshop for livestock census was held in Mahisagar under the chairmanship of District Development Officer

દર 5વર્ષે કરવામાં આવતી આ 21 મી પશુધન વસ્તી ગણતરી છે. જે ઇ.સ. 1919થી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2019 માં 20 મી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવેલ હતી. મહીસાગરમાં 20 મી પશુધન વસ્તી ગણતરી મુજબ 8.79 લાખ પશુઓ જેમાં ગાય, ભેસ, ઘેટા, બકરા, ઊંટ, ઘોડા, ગધેડા હયાત છે. આ ગણતરીમાં 1,90,320 ઘરોમાં ફેરણી કરી આ કામગીરી કરવાની થાય છે. આ માહિતી દ્વારા દેશ,રાજ્ય,જીલ્લાના દૂધ, ઉન, મટન, ચીકન પેદાશના અંદાજ મળી શકે છે. પશુ સંખ્યાના આધારે પશુદવાખાનાની સંખ્યા જેના થકી પશુચિકિત્સક અને પશુધન નિરીક્ષકની જગ્યાઓ ઉભી કરવા માટે અંદાજ પણ મળી શકે છે. તેમજ પશુઓમાં રસીકરણ લક્ષ્યાંક, પશુસારવાર નિદાન કેમ્પ લક્ષ્યાંક ,ખસીકરણ લક્ષ્યાંક વગેરેનું આયોજન કરી શકાય છે. વધુમાં દેશની GDPમાં પશુઉત્પાદનના ફાળાનો અંદાજો લગાવી શકાય છે.

સાગર ઝાલા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.