માળાનો ઉત્તમ કારીગર સુઘરી… ચોમાસાની શરૂઆતના એંધાણ સાથે જ વન-વગડાઓમાં નદી કે કૂવા કાંઠે કે મોટા તાડીઓના વૃક્ષો પર ચંબુ આકારના માળાઓના સર્જનહાર માળા ગુંથાઈ જતા હોય છે… સુઘરીની પ્રજનન ઋતુ આવતાની સાથે જ આખું વર્ષ સામાન્ય ચકલી જેવા દેખાતા આ પક્ષીના નરનો પીળો ચટાક રંગ આંખે ઉડીને વળગે છે… આ પક્ષીઓમાં નર સુઘરી માળો બનાવવાની શરૃઆત કરે છે અને મોટાભાગે સામૂહિક વસાહતની જેમ નર-સુઘરીઓ માળાની કોલોની બનાવે છે. માદાને રીઝવવા નર સુઘરી આકર્ષક માળા બનાવવા પ્રયાસ કરે છે. માળાના સર્જનની સાથે જ માદાને આકર્ષવાના પ્રયાસો શરૂ થઈ જાય છે. જોડી બની ગયા બાદ નર અને માદા બન્ને માળો પૂર્ણ કરવા લાગે છે. વૃક્ષો અને ઘાસના તાંતણાઓમાંથી માળાને ગુંથવાની પ્રક્રિયા કોઈ ઈજનેરી કાર્યથી ઓછી આંકી ન શકાય. અકેથી ત્રણ રૂમ જેવા માળાનું સર્જન પક્ષીઓના માળાની દુનિયાનું ઉત્તમ આર્કિટેક ઉદાહરણ કહી શકાય. જામનગર નજીક આવી જ એક અદ્દભુત સુઘરી વસાહતનો વાઈડ એંગલ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.