સૈફ અલી ખાન અને તેમની પૂર્વ પત્ની અમૃતા સિંહની દીકરી સારા લી ખાનની દેબ્યું ફિલ્મ કેદારનાથનું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે જેને દર્શકો દ્વારા પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. જેમાં સુશાંત સિંહ રાજપૂત તેએમજે સારા અલી ખાન લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મની વાર્તામાં એક મુસ્લિમ છોકરો અને એક હિન્દુ છોકરીની લવ સ્ટોરી પર આધારીત છે, જેમાં સુશાંતનું પાત્ર કેદારનાથ જવા વાળા યાત્રિકને પીઠ પર લઈ જય સેવા રૂપી કાર્ય કરે છે.જેમાં સારા કેદારનાથના દર્શન કરવા જતી હોય છે અને તે દરમિયાન સારા અને સુશાંત વચ્ચે વાતચીત થાય છે અને બંને વચ્ચે પ્રેમનું સર્જન થાય છે. તે બંને લગ્ન કરવા ઇચ્છતા હોય છેપરંતુ અલગ અલગ ધર્મના કારણે સારાના પિતા તેનો વિરોધ કરે છે અને તેને લગ્નમાટે ના પાડે છે.
સારા અને સુશાંત એક બીજાને ખૂબ જ પ્રેમ કરતાં હોય છે. પરંતુ બંનેનો સંગમ પરિવારને મંજૂરના હતો. ફિલ્મમાં સારાના પિતા કહે છે કે “જો કદાચ પ્રલય પણ આવી જશે તો તે બંનેને એક થવા નહિ દે.”આ સાંભળીને સારા બોલે છે કે જપ કરીશ દિવસ રાત કરીશ કે જેથી પ્રલય આવે .. આ વાત ભગવાન સાંભળીને કેદારનાથ પ્રલય લાવે છે…
प्यार की इक अध्भुत यात्रा , इबादत के दर से आगे. #KedarnathTrailer out today! #SaraAliKhan @RonnieScrewvala @Abhishekapoor @pragyadav_ @RSVPMovies @gitspictures @ZeeMusicCompany #Kedarnath pic.twitter.com/OfFND9FXoq
— Sushant Singh Rajput (@itsSSR) November 12, 2018
સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘ કેદારનાથ ‘ ના ટ્રેલરમાં 2013 માં ઉત્તરાખંડમાં આવેલા ભયંકર પૂરને માર્મિક ઢંગથી બતાવવામાં આવ્યું છે . ફિલ્મના ટ્રેલરમાં તબાહીના દ્રશ્યો તમારા મગજને વિચારતા કરી નાખશે . ટ્રેલરમાં સારાની એક્ટિંગ ઘણી સારી જોવા મળી રહી છે . આ ફિલ્મમાં સારાનો રોલ એક બિન્દાસ યુવતીનો છે જે ગાળો પણ આપે છે અને ડર્યા વગર પ્રેમ પણ કરે છે .
કેદારનાથ ફિલ્મની સાથે સાથે જ સારાએ પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી છે. જોકે સુશાંતની “ “કાઈ પો છે” બાદની આ બીજી ફિલ્મ છે. અભિષેક કપૂર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 7 ડિસેમ્બર પર રિલીઝ થશે.