અંધશ્રદ્ધામાં વધુ એકે જીવ ગુમાવ્યો

પગના દુખાવા મુદ્દે પતિએ ઠપકો દીધાનું લાગી આવતા આપઘાતનો પ્રયાસ કર્યો ’ તો 

માતાજીની ભભૂતી આપી ભુવાએ સારું થઈ જવાનું કહ્યા ના બે દિવસમાં જ મહિલાનો જીવ ગયો

આધુનિક યુગમાં પણ લોકો અંધશ્રદ્ધા તરફ વધુ પ્રેરિત થઈ રહ્યા છે ત્યારે લોકો કંઈ પણ વિચાર્યા વગર ન કરવાનું કરી બેસતા તેમાં તેના પરિવારજનો તેમાં જીવ ગુમાવી રહ્યા છે. અત્યારે રાજકોટ સાતડા ગામે વધુ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે.જેમાં એક મહિલાએ ઝેરી દવા પી લેતા પરિવાર વાંકાનેરના પરા ગામે માતાજીના મઢે લઈ ગયો હતો જયાં ભૂવાએ ચપટી જોઈ દાણા આપ્યા હતાં અને બે દિવસમાં સારું થઈ જશે તેમ કહ્યું પરંતુ બે જ દિવસમાં મહિલાનું મોત થયું હતું.

પરિવાર હોસ્પિટલમાં ડોકટર પાસે લઈ જવાને બદલે મહિલાને ભૂવા પાસે લઈ જતાં અંતે મહિલાએ જીવ ગુમાવાનો હતો. વિગત મુજબ સાતડા ગામે આવેલી હંસ2ાજભાઈની વાડી ભાગમાં રાખી પતિની સાથે વાવણી કરતાં જયાબેન દેવાભાઈ ખાણીયા (ઉ.વ.40)નામના મહિલાનો મોટો પુત્ર વિપુલ ક્યાંક ચાલ્યો ગયો હતો જે પાછો આવી જાય એ માટે જયાબેને દાડમા ડાડાની ખુલ્લા પગે દર્શને આવવાની માનતા રાખી હતી.

પુત્ર પાછો આવી જતાં જયાબેને ખુલ્લા પગે માનતા પુરી કરી હતી અને વાડીએ આવી પગના તળીયા બળતા હોવાનું પતિને કહેતા પતિએ કહયું કે, તો આવી માનતા ન 2ખાય જે વાતનું માઠું લાગી આવતા તેને ઝેરી દવા પી લીધી હતી. આથી પતિ દેવાભાઈ અને પરિવાર ઝેરી દવાની ઉલ્ટી કરાવવા માટે તેમને હોસ્પિટલને બદલે વાંકાનેરના પરા ગામે માતાજીના મઢે લઈ ગયા હતાં.

જયાં ભૂવાએ ચપટી જોઈ દાણા આપ્યા હતા અને કાંઈ નથી કહી ચોકી ગળામાં બાંધી દીધી હતી. બાદમાં પરિવાર ઘર આવી ગયો હતો અને બીજા દિવસે અચાનક જયાબેનની તબિયત લથડતાં ઘરે જ બેભાન થઈ જતાં સારવાર માટે સિવિલે ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર હતાં. જેથી અંધશ્રદ્ધા ના કારણે વધુ એક જીવ ગયો હોવાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.