તંત્રની બેદરકારીએ આખા પરિવારનો ભોગ લીધો
જવાબદારો વિરુધ્ધ ગૂનો ન નોંધાઇ ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઈન્કાર
એક જ દિવસમાં પરિવાર હોતો ન હતો થઈ જ્યાં સોરઠ પંથકમાં અરેરાટી વ્યાપી
જૂનાગઢમાં તંત્રની ગુનાહિત બેદરકારીએ એક હસતા રમતા પરિવારનો જીવ લઈ લીધો છે. દાતાર રોડ પર ગઈકાલે ઇમારત પડતા યુવાન અને તેના બંને પુત્રોના મોત થયા હતા. જેમાં પરિવારમાં માત્ર એક મહિલા જ બચ્યા હતા. આ બાબતનું લાગી આવતા ગઈકાલે મૃતક યુવાનના પત્નીએ એસીડ પી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને વધુ તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા.જયાં તેનું આજે સવારે સારવારમાં મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
જ્યારે આ બનાવ બનવા પાછળ મનપાના કમિશનર અને ટાઉન પ્લાનીંગ ઓફિસર જવાબદાર હોવાથી મૃતક યુવાનના પરિવાર તથા સમાજના લોકોએ આ બંને અધિકારી સામે ગુનો દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે બે માળની ઇમારત ધરાશાહી થઈ હોવાથી ઘટના બાદ હજુ પણ તંત્ર દ્વારા કોઈ પણ અક્રરા પગલાં લેવામાં આવ્યા નથી જેથી તેજ ચિંતામાં મહિલએ આપઘાત કરી લીધા હોવાનુ પણ ચર્ચાઈ રહ્યું છે.