વીસ્ટારા ફલાઈટસે મહિલા મુસાફરો માટે નવી પોલીસી જાહેર કરી

એકલી ટ્રાવેલ કરતી મહિલાને પ્લેનમાં મિડલ સીટ નહી અપાય નવી ટ્રાવેલ પોલીસી મુજબ ૭૦ થી ૧૦૦ પુરૂષ મુસાફરો વચ્ચે એકલી મુસાફરી કરતી મહિલાને પ્લેનમાં હવેથી મીડલ સીટ નહી અપાય.

વીસ્ટારા ફલાઈટસમાં એકલી ટ્રાવેલ કરતી મહિલા મુસાફરને હંમેશા વીન્ડો સીટ જ અપાય છે. આ ફલાઈટસમાં એકલી મુસાફરી કરતી મહિલા મુસાફરને પોતાની સીટ સામેથી પસંદ કરવાનો પણ અવકાશ હોય છે. મહિલા સુરક્ષાની દિશામાં આ એક મહત્વનું કદમ કહી શકાય. આ ફલાઈટે વિસ્ટારા વીમેન ફલાયર પોલીસી અંતર્ગત આવી જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે અત્યારે ઉડ્ડયન સેકટરમાં ગળાકાપ હરીફાઈ છે. અને વુમેન એમ્પાવરમેન્ટનો વાયરો ફૂંકાયો છે. ત્યારે મહિલા સશકિતકરણનાં જમાનામાં વિમાન કંપનીઓ પણ વહેતી ગંગામાં હાથ ધોઈ લેવા માગે છે. આ સિવાય તેઓ અવનવી સ્ક્રીમની ઘોષણા અવાર નવાર કરતા રહે છે.

વીસ્ટારા ફલાઈટના ચીફ સ્ટ્રેટેજી એન્ડ કોમર્શિયલ ઓફીસર સંજીવ કપૂરે જણાવ્યું કે મહિલા મુસાફરો ઉપરાંત બેગેજ કલેમને લઈને કંપનીએ નવી પોલીસી બનાવી છે. જેના અંતર્ગત સ્ક્રીમ જાહેર કરવામાં આવી છે.

વીસ્ટારા ફલાઈટના વિમાનમાં એકલી યાત્રા કરતી મહિલા અને બાળ મુસાફરો, સીનીઅર સિટિઝન, દિવ્યાંગ, મુસાફરો, બૂકીંગ બેગેજ કલેમ, રીફંડ, એરપોર્ટ પીકપ, ટ્રાન્ઝિટ, કનેકટેડ ફલાઈટ, એકોમોડેશન, ટેકસી ટ્રાન્સલેટરને લગતી અવનવી સ્ક્રીમો જાહેર કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.