દિલ્હીના IGI એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ હોંગકોંગથી 26 iPhone 16 Pro Maxની સ્મગલિંગ કરવાનો પ્રયાસ કરવા બદલ એક મહિલાની ધરપકડ કરી હતી. જેમાં 37 લાખથી વધુની કિંમતના આ ફોન વેનિટી બેગમાં છુપાવવામાં આવ્યા હતા. ત્યારે મહિલા પર કસ્ટમ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ પર કાર્યવાહી કરીને, કસ્ટમ અધિકારીઓએ મહિલાને દિલ્હી પહોંચતા જ અટકાવી હતી. ત્યારે “ગુપ્ત માહિતીના આધારે, દિલ્હી એરપોર્ટ કસ્ટમ્સે હોંગકોંગથી દિલ્હી જતી મહિલા મુસાફરને તેની વેનિટી બેગમાં છુપાવેલ 26 iPhone 16 Pro Max લઈને અટકાવી હતી,” એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું.
આ મહિનાની શરૂઆતમાં લોન્ચ થયેલી iPhone 16 સિરીઝમાં Appleનો સૌથી પ્રીમિયમ ફ્લેગશિપ ફોન, Pro Max મોડલનો સમાવેશ થાય છે. ભારતમાં, iPhone 16 Pro Maxની કિંમત 256GB વેરિઅન્ટ માટે રૂ. 1,44,900 થી શરૂ થાય છે. ત્યારે તે દરમિયાન, હોંગકોંગમાં તે જ 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત HK$ 1,099 છે, જે લગભગ રૂ. 1,09,913માં ફેરવાય છે. તેથી, બંને દેશોમાં iPhone 16 Pro Maxની કિંમતમાં 34,987 રૂપિયાનો તફાવત છે.
ત્યારે ધરપકડ કરાયેલ મહિલા પર કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ સત્તાવાળાઓ કોઈપણ સાથીઓની ઓળખ કરવા અને દાણચોરીના રેકેટને તોડી પાડવા માટે તેમની તપાસ ચાલુ રાખવામાં આવી છે.
આ પહેલા પણ સોમવારે અગાઉ, દમ્મામથી દિલ્હીની ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરને IGI એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ તેના મોબાઇલ ફોનની બેટરીના ડબ્બામાં કથિત રીતે બે સોનાની લગડીઓ છુપાવવા બદલ રોક્યો હતો. બાતમીના આધારે, દિલ્હીના IGI એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મુસાફરના ફોનની અંદર છુપાયેલા લગભગ 200 ગ્રામ વજનના બે સોનાના બાર રિકવર કર્યા. 28 સપ્ટેમ્બરના રોજ એક અલગ ઓપરેશનમાં, IGI એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ અલ્માટીથી મુસાફરી કરી રહેલા એક કિશોર સહિત સાત ઉઝબેક મુસાફરો પાસેથી રૂ. 1.80 કરોડની કિંમતનું 2,739 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. છ મુસાફરોની કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને કિશોરને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ, 2015 હેઠળ રાખવામાં આવ્યો હતો.