Abtak Media Google News

રાજકોટ શહેરમાં દિન પ્રતિ દિન બેફામ નબીરાઓ પોતાની કાર જાહેર માર્ગ પર ઝડપે હકાવીને અનેક શહેરીજનોના જીવન જોખમમાં મૂકતા હોય છે જેને લઇ હિટ એન્ડ રનના બનાવો દિવસેના દિવસે વધતા જઈ રહ્યા છે ત્યારે ગઈકાલ મોડીરાત્રીના તેઓ જેક બનાવો પ્રકાશમાં આવ્યો છે જેમાં રેલ્વે કોલોની પાસે બજરંગ હોટલની સામે એકટીવા પાર્ક કરી તેના પર બેઠેલી મહિલાને બેકાબુ કારચાલકે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત સર્જી નબીરાય કાર ત્યાંથી ભગાવી હતી અને સાંઢીયા ફૂલ નજીક તેની કાર પલટી મારી ગઈ હતી.કાર પલટી મારતા જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. જરા બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી જેથી બંને આરોપીઓની ધરપકડ કરી મેડિકલ ચેકઅપ કરાવવાની કામગીરી હાથ ધરી છે જ્યારે આ ઘટનામાં ઈજા થયેલ મહિલાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અક્સ્માત સર્જાયા બાદ કાર સાંઢીયા પુલ નજીક પલટી ખાતા લોકોના ટોળા એકઠા થયા : કાર ચાલક સહિત બેની ધરપકડ

કારમાંથી દારૂની બોટલ મળી આવતા બંને શખ્સોનું મેડિકલ ચેકઅપ કરાવતી ગાંધીગ્રામ પોલીસ

બનાવ અંગેની મળતી માહિતી મુજબ બજરંગ વાડીમાં રહેતા મનપ્રીતસિંહ ચૌધરી તેમના પત્ની સુમિતકોર સાથે ગઈકાલ રાત્રિના પોતાનું એકટીવા લઈને બજરંગ હોટલ પાસે સોડા પીવા માટે ગયા હતા ત્યારે એકટીવા માર્ગ પર પાર્ક કર્યું હતું અને તે સમયે તેમના પત્ની સુમિતકોર એકટીવા પર બેઠેલા હતા અને તેઓ દુકાનમાં સોડા લેવા માટે ગયા હતા તે સમયે માર્ગ પર એક સિલ્કી સિલ્વર કલરની મારુતિ સ્વિફ્ટ કાર જેના રજીસ્ટર નંબર જીજે.18.બીજે.3399 નંબરની કાર પુરપાટ ઝડપે માર્ગ પર દોડી આવતી હતી જેમાં આરોપી કારચાલક આશિષ સાકરીયા એ આ એકટીવા ને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત સરજી નાસી છૂટેલી કાર ઝડપમાં હોવાથી તે આગળ સાંઢીયા ફુલ નજીક પલટી મારી ગઈ હતી જેમાં કારમાં બેઠેલા કારચાલક આશિષ સાકરીયા અને તેની સાથેના મિત્ર ફારુક ને પણ ઈજા પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે કારમાંથી એક દારૂની બોટલ પણ નીચે પડી ગઈ હતી આ બનાવની જાણ થતા જ ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને અકસ્માત સર્જના આરોપી આશિષ સાકરીયા અને તેની સાથેના મિત્રો ફારુકની અટકાયત કરી હતી. જ્યારે પોલીસને કારમાંથી દારૂની બોટલ મળી આવતા હાલ બંને આરોપીઓના મેડિકલ ચેકઅપ કરવાની કામગીરી ગાંધીગ્રામ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

આ અકસ્માતમાં મહિલાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં તેમને હાથ પગ અને ગળા પર ઈજાઓ પહોંચી હતી. જેથી હોસ્પિટલ દ્વારા તેને આગળની સારવાર આપવામાં આવી રહી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.