Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર તા ૫, જામનગરમાં રણજીત સાગર રોડ પર ગોકુલ દર્શન સોસાયટીમાં એક મહિલા સંચાલિત જુગારધામ પકડાયું છે. એલસીબી ની ટુકડીએ દરોડો પાડી જુગાર રમાડી રહેતી મહિલા સહિત કુલ સાત મહિલાઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરમાં રણજીત સાગર રોડ પર ગોકુલ દર્શન સોસાયટી પ્લોટ નંબર ૧૩/૬ શેરી નંબર -૨ માં રહેતા જશવંતીબેન પરસોત્તમભાઈ રાબડીયા નામની મહિલા દ્વારા પોતાના રહેણાક મકાનમાં જુગારધામ ચલાવવામાં આવી રહયું છે, અને શહેરની આસપાસની સોસાયટીમાંથી કેટલીક મહિલાઓએ એકત્ર થઈને જુગાર રમવા માટે આવી રહી છે. જે ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે મોડી સાંજે ઉપરોક્ત રહેણાક મકાન પર એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન મકાન માલિક મહીલા સહિતની કુલ સાત મહિલાઓ ગંજી પાના વડે જુગાર રમી રહેલી નજરે પડી હતી. જેથી એલસીબી ની ટીમે મકાન માલિક જસવંતીબેન પરષોત્તમભાઈ રાબડીયા ઉપરાંત પ્રભાબેન ઉર્ફે હંસાબેન મંગાભાઈ ચાવડા, જયશ્રીબેન પ્રવીણભાઈ પાણખાણીયા, શીતલબેન રમેશભાઈ જાડેજા, ચેતનાબેન વિજયભાઈ ગજ્જર, મંજુબેન હસમુખભાઈ ટાંક તેમજ શાંતિબેન રાજુભાઈ વિસાવડીયા ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૬૮,૨૦૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.

જુગાર અંગેનો બીજો દરોડો મોટી ખાવડી વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીત નો જુગાર રમી રહેલા ધીરુભાઈ મનજીભાઈ સોલંકી તેમજ જસરાજભાઈ ગેલાભાઈ માતંગની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા થોડા ૧૬,૪૭૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.