- બેડી ગામ પાસે 64600 ની કિંમતનં મેફેડ્રોન અને રિક્ષા મળી રૂ. 1.26 લાખનો મુદામાલ કબ્જે કરતું એસઓજી
- કોની પાસેથી લાવ્યા અને મોરબી કોને આપવા જતા તે મુદ્દે તપાસનો ધમધમાટ
શહેરના મોરબી રોડ પર બેડી ગામ પાસેથી પોલીસે રિક્ષામાં એમ.ડી ડ્રગ્સ સાથે કુખ્યાત ડ્રગ્સ પેડલર સુધા ધામેલીયા તેનો પુત્ર મયુર સહિત ચાર શખસોને ઝડપી લીધા હતાં.પોલીસે રૂ.64,600 ની કિંમતનું 6.46 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મોબાઇલ અને રિક્ષા સહિત કુલ રૂ.1.26 લાખનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.આ ડ્રગ્સનો જથ્થો મોરબી તરફ સપ્યાલ કરવા લઇ જતા હોવાની શંકા સેવાઇ રહી છે.નામચીન મહિલા ડ્રગ્સ પેડલર માલ કોની પાસેથી લાવી હતી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, શહેરમાં નશીલા પદાર્થની હેરાફેરી ને કડક. હાથે ડામી દેવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ સુચના ને પગલે ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઇમ બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે માદક પદાર્થના વેચાણ અન સેવનની પ્રવૃત્તિ અટકાવવા માટે એસ.ઓ.જી.ના પીઆઇ જે.એમ.કૈલા, પીએસ આઇ એમ.બી. માજીરાણા, એએસ આઇ ડી.બી.ખેર અને ટીમ પેટ્રોલીંગ હાથ ધરી હતું. ત્યારે હેડ કોન્સ. ફિરોજભાઇ રાઠોડને મળેલી બાતમીના આધારે બેડી ગામ પાસેથી એક રિક્ષા શંકાસ્પદ હાલતમાં પસાર થતા પોલીસે તેને અટકાવી હતી.બાદમાં રિક્ષામાં સવારને નીચે ઉતારી પુછતાછ કરતા તેમાં કુખ્યાત ડ્રગ્સ પેડલર સુધા સુનીલભાઇ ધામેલીયા(ઉ.વ 40) તેનો પુત્ર મયુર ધામેલીયા(ઉ.વ 22 રહે. રૈયાધાર 12 માળીયા કવાર્ટર,રાજકોટ) અને તેની સાથે રહેલા શખસોના નામ સચીન પ્રવિણભાઇ વોરા(ઉ.વ 23 રહે. રૈયાધાર દશામાના મંદિર પાસે) તથા ધર્મેશ પરેશભાઇ ડાભી(ઉ.વ 24 રહે. રૈયાધાર મફતીયાપરા) હોવાનું માલુમ પડયું હતું.પોલીસે અંગ જડતી લેતા તેમની સુધાના પર્સ અને મયુરના ખિસ્સામાંથી મળી રૂ.64,600 ની કિંમતનું 6.46 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.જેથી પોલીસે આ માદક પદાર્થ મોબાઇલ અને રિક્ષા સહિત કુલ રૂ.1.26,250 નો મુદામાલ કબજે કરી આરોપીઓ સામે કુવાડવા રોડ પોલીસ મથકમાં એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુન દાખલ કરાવ્યો હતો.
રિક્ષામાં ફેરા માટે 2000 નક્કી
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મયુરે તેની માતા સુધા સાથે મળી માદક પદાર્થની હરફેર શરૂ કરી હતી.સચીન વોરા મયુરનો મિત્ર હોય જેથી મયુરે તેને રિક્ષા ભાડે કરી આપવા માટે કહ્યું જેથી સચિને તેના મિત્ર રિક્ષાચાલક ધર્મેશને વાત કરી હતી.બાદમાં ફેરાના રૂ.2000 નક્કી થયા હતાં.જેમાં રૂ.1500 ધર્મેશને આપવાના હતા જયારે સચીન રૂ.500 પોતાની પાસે રાખવાનો હતો.જોકે તે પુર્વે જ પોલીસ આવી જતા તેમનો પ્લાન ચોપાટ થઇ ગયો હતો.
માતા પુત્રનો ગુનાહિત ઇતિહાસ
સુધા ધામેલીયા સામે આગાઉ આગાઉ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના બે,કુવાડવામાં એક, પ્ર.નગરમાં એક, યુનિ.માં જુગારના બે,દારૂ અને આપઘાતની ફરજ પાડવા તથા પ્ર.નગરમાં રાયોટ સહિત કુલ આઠ ગુના નોંધાઇ ચૂકયા છે.તે એક વખત પાસા હેઠળ જેલની હવા પણ ખાઇ ચૂકી છે.જયારે મયુર સામે યુનિ.પોલીસ મથકમાં એનડીપીએસ,મારમારી,જાહેરનામા ભંગ,આપાઘાતની ફરજ પાડવા,તોડફોડ સહિતના ચાર ગુના નોંધાઇ ચૂકયા છે.જયારે અન્ય આરોપી ધર્મેશ ડાભી સો યુનિ. પોલીસ સ્ટેશનમાં રાયોટ,લોધિકામાં લૂંટ,યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મારામારી અને દારૂ સહિતના ગુના નોંધાઇ ચૂકયા છે.