વસ્તી વધારો એક વૈશ્વિક સમસ્યા
વિશ્વમાં દર સેક્ધડે ચાર નવા બાળકો જન્મે છે: ભારત આજ વર્ષે દુનિયાનો સૌથી મોટો દેશ તરીકે સ્થાન પામેલ છે: દુનિયામાં ચીન, યુ.એસ, ઈન્ડોનેશિયા, બ્રાઝીલ, પાકિસ્તાન, રશિયા,બાંગ્લાદેશ અને મેકિસકો વધુ વસ્તી ધરાવતા દેશો છે: દુનિયામાં દર છ વ્યકિતએ એક વ્યકિત ભારતમાં વસવાટ કરે છે
આ વર્ષની થીમ: એવી દુનિયાની કલ્પના કરો જયાં આપણામાના તમામ 8 બિલિયન લોકોનું ભવિષ્ય વચન અને સંભાવનાથી ભરેલું હોય
જો આપણે આ વિશ્વને બચાવવું હશે તો, વધતી વસ્તીના પ્રગતિશિલ ગ્રાફને નિયંત્રિત કરવો પડશે: વર્તમાન વિશ્વની વસ્તી 8 અબજ ઉપર છે, 1989માં જયારે પૃથ્વીની વસ્તી પાંચ અબજે પહોચી ત્યાર બાદ 1990થી આ દિવસ વસ્તી વધારાને રોકવાની જાગૃત્તિ માટે ઉજવાય છે
વિશ્વ વસ્તી દિવસે સૌ પૃથ્વીવાસીજાગૃત થઈ ને તેના અંકુશ બાબતે વિચારે એ જરૂરી છે. આ વર્ષની થીમમાં પણ એવી દુનિયાની કલ્પના કરાય છેજેમાં વસતા તમામ લોકોનું ભવિષ્ય વચન અને સંભાવનાથી ભરેલું હોય વસ્તી વધારો એક વૈશ્વિક સમસ્યા છે, અને તેને નાથવાના પ્રયાસો પૃત્વીની વસ્તી 1989માં જયારે પાંચ અબજ થઈ ત્યારથી આરંભ કર્યો હતો. આજે વિશ્વની વસ્તી 8 અબજ ઉપરની છે. દર સેક્ધડે ચાર નવા બાળકો જન્મે છે. દુનિયાભરમાં વિકસતા વિજ્ઞાને મૃત્યુ દર ઘટાડયો છે. ત્યારે વસ્તી વિસ્ફોટ ને નાથવા યુધ્ધના ધોરણે દુનિયાના દેશો અને ભારત ચીન જેવા વિશાળ દેશોએ સત્વરે પગલા ભરવા જ પડશે.
ભારત આજ વર્ષે સૌથીમોટો દેશ ચીનને પાછળ છોડીને પ્રથમ ક્રમ મેળવેલ છે. ત્યારે દેશ વસ્તી નિયંત્રણ જન સંખ્યા અંકુૂશને કાયદાકિય રૂપ આપવા કાર્ય કરી રહ્યો છે. દુનિયાના સૌથી મોટા દેશ ભારતામં યુવાવર્ગ પણ દુનિયામાં સૌથી વધુ છે. દેશમાં વસતા તમામ લોકોને રોજી રોટી સાથે કપડા અને મકાન જેવી જીવીન જરૂરીયાત વસ્તુઓ પુરી પાડવી દેશની કપરી કસોટી છે. વસ્તી વધારાના ફાયદા કરતા ગેરફાયદા વધારે છે. એ દેશતેના માનવ સંશાધનનોયોગ્ય ઉપયોગ કરે તોવિકાસમાંથોડી મદદ મળીશકે, પણ તેને માટે શિક્ષણ અને આરોગ્ય સેવા સબળ હોવી જરૂરી છે. દુનિયામાં ચીન, યુ.એસ., ઈન્ડોનેશિયા, બ્રાઝીલ, પાકિસ્તાન, રશિયા, બાંગ્લાદેશ અને મેકિસકો જેવા દેશો સૌથી વધુ વસ્તી ધરાવે છે. પૃથ્વી પર ના વસતા તમામ દેશોની દર છ વ્યકિત પૈકિ એક ભારતમાં વસવાટ કરે છે.
જો આપણે વિશ્વને બચાવવું હશે તો, વધતી વસ્તીના પ્રગતિશીલ ગ્રાફને નિયંત્રિત કરવો જ પડશે. વર્તમાન વિશ્વની વસ્તી 8 અબજ ઉપરની છે,ત્યારે 1989માં જયારે વિશ્વની વસ્તી પાંચ અબજે પહોચી ત્યારે પૃથ્વીવાસીઓની ચિંતાને કારણે નકકર પગલા ભરવા 1990થી આ વસ્તી દિવસ ઉજવાય છે. આ દિવસ વસ્તી વિસ્ફોટને નાથવા સમગ્ર પૃથ્વીવાસીઓને જાગૃત કરવા ઉજવાય છે. ગુણવતા સભર જીવન જીવવા અને નાગરીકોનાં વિકાસ માટેની યોજનાની સફળતાનો આધાર દેશની ઓછી વસ્તી હોય તો તેનો લાભ મળે છે, અને વધુ વસ્તી હોય તો ગમે તેટલું કરવા છતા યોજના અસફળ થઈ જાય છે. આજે મર્યાદિત સંશાધનો અને મર્યાદિત જમીન છે, પણ વસ્તી એટલી ઝડપી વધે છે કે તેનો લાભ નથી મળતો.
આ દિવસ ઉજવવાનું સુચન આપણા દેશના ડો.કે.સી.ઝકરીયાએ 1987માં ફાઈવ બિલિયન ડે ઉપર કરેલ હતુ. આ દિવસનો ધ્યેય કુટુંબ કલ્યાણ લિંગ સમાનતા, ગરીબી, માતૃ સ્વાસ્થ્ય અને માનવ અધિકારો સહિતના મુદાઓઉપર જાગૃતિ લાવવાનો છે. વધતી જતી વસ્તી એક વૈશ્વિક પડકાર છે, તેને માટે સહકાર, જાગૃતિ અને નવીન વ્યુહરચનાઓની જરૂરીયાત પર ભાર મૂકે છે. ભારત જેવા અત્યંત ગરીબ અને ગીચ વસ્તી વાળા દેશ માટે મહત્વપૂર્ણ દિવસ છે. આપણે તાજી હવા, શ્ર્વાસ, રહેવા માટે પૂરતી જમીન અને ખાવા માટે તંદુરસ્ત ખોરાક માટે લાયક છીએ, પણ એમાં નડતર છે. વસ્તી વિસ્ફોટ.
દરેકના જીવનને સુધારવા અને સતત કાર્ય માટે હવે વિચારવાનો સમય જ બચ્યો નથી. ત્યારે લિંગ અસમાનતા, આર્થિક કટોકટી અને ગરીબી જેવા પડકારો વિશે જાગૃતિ લાવવી જ પડશે. ભવિષ્યના નિર્માણના વિઝન માટે 2030 એજન્ડા ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટના લક્ષ્યોને સફળ બનાવીને એક ટકાઉ વિશ્વનું નિર્માણ કરવું પડશે. વસ્તી વધારાની વાત ચાલે છે, ત્યારે વિશ્વનો સૌથી ઓછી વસ્તી ધરાવતો વેટિકન સીટી દેશ છે,જયાંની વસ્તી માત્ર 510 છે !! દરેક દેશે મહિલાઓ અને છોકરીઓનાં અવાજને ઉત્થાન આપવા માટે આપણા વિશ્વની અનંત શકયતાઓને અનલોક કરવી જ પડશે. લિંગ આધારિત ભેદભાવ દરેકને નુકશાન પહોચાડે છે.વૈશ્વિક વસ્તીના 49.7 ટકા સ્ત્રીઓની છે, અર્થાત અડધી વિશ્વની વસ્તી તેની છે,છતાં આપણે તેને કયારેય આ ચર્ચામાં સામેલકરી નથી વસ્તીની નીતિઓમાં તેનું, અધિકારોનું સતત ઉલ્લંઘન થાય છે. આજે પણ તેના સ્વાસ્થ્ય અને જાતીય અને પ્રજનનું જીવન વિશે નિર્ણય લેવાની ક્ષમતાને નિયંત્રીત કરે છે. હિંસા અને હાનિકારક પ્રથાઓ અને અટકાવી શકાય તેવી માતૃત્વ મૃત્યુ પ્રત્યેની નબળાઈ વધારે છે. જેમાં દર બે મિનિટે એક મહિલા સગર્ભા વસ્થા કે બાળ જન્મને કારણે મૃત્યુ પામે છે.
વિશ્વની વસ્તી વધીને એક અબજ થવામાં હજારો વર્ષો લાગ્યા પછી 200 કેતેથી વધુ વર્ષોમાં તે સાતગણી વધી ગઈ 20171માં વૈશ્વિક વસ્તી 7 અબજ7 તૈયાર થઈ અને 20217માં તો 7.9 અબજ થઈ ગઈ હતી. 2030માં તે 8.5 અબજ અને 2050માં 9.7 અબજની સાથે 2100માં 10.9 અબજ થવાની ધારણા છે. આટલી વિશાળ જનસંખ્યાને રોટી-કપડા-મકાન સાથે શિક્ષણ આરોગ્ય જેવી સવલતો આપવા ગમે તે દેશને તકલીફ પડે, તેથી આજે આપણે જાગૃત થવાની જરૂર છે. 1970માં સ્ત્રીઓનો સરેરાશ પ્રજનન દર 4.5 બાળકો હતા જે 2015 સુધીમાં ઘટીને 2.5 બાળકો થઈ ગયો હતો. આની સામે 1990ના દાયકાના પ્રારંભે વૈશ્ર્વીક આયુષ્ય 64.6 વર્ષ હતુ જે 2019માં વધીને 32.6 વર્ષ થઈ ગયું જન્મદરમાં ઘટાડો થયો સામે મૃત્યુ દરમાં વધારો થઈ જતા વસ્તી વધતી જ ગઈ હતી.
શહેરીકરણ અને સ્થળાંતર ને કારણે 2007માં જણાયું કે ગામડા કરતા શહેરોની વસ્તી વધવા લાગી હતી, જે 2050માં વિશ્વની લગભગ 66 ટકા થી વધુ વસ્તી માત્ર શહેરોમાંજ રહેતી હશે, આ મેગા ટ્રેન્ડની દુરગામી અસરો આર્થિક, વિકાસ, રોજગાર, આવક વિતરણ, ગરીબી અને સામાજીક સુરક્ષાને અસર કરે છે. તેમના આરોગ્ય શિક્ષણ, આવાસ, સ્વસ્છતા, પાણી ખોરાક, અને ઉર્જા જેવી પાયાની જરૂરીયાત ને પહોચી વળવું કઠીન કાર્યગણાશે. વિશ્વની 40 ટકાથી વધુ મહિલાઓ જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય અને પ્રજનન અધિકારો અંગે નિર્ણય લઈ શકતી નથી. સગર્ભાવસ્થા કે બાળ જન્મને કારણે દર બે મિનિટે એક સ્ત્રી મૃત્યુ પામે છે.
માત્ર છ દેશોની સંસદમાં 50 ટકા કે તેથી વધુ મહિલાઓ છે !
વિશ્વ વસ્તી દિવસે લગભગ એક તૃતીયાંશ મહિલાઓ એ ઘનિષ્ટ ભાગીદાર હિંસા, બિન ર્પાનર જાતીય હિંસા, કે બંનેનો અનુભવ કર્યો છે. વસ્તી વિસ્ફોટને નાથવા મહિલાઓની જાગૃતિ મહત્વની છે, દરેક કાર્યોમાં તેની 50 ટકા ભાગીદાર હોવી જરૂરી છે. વિશ્વના માત્ર છ દેશોની સંસદમાં 50 ટકા કે તેથી વધુ મહિલાઓ છે. વિશ્વના 800 મિલિયન લોકો પૈકિ બે તૃતિયાંશથી વધુ સ્ત્રીઓને વાંચતા જ આવડતું નથી. ક્ધયા કેળવણી પર ભાર મૂકવાથી તે જાગૃત થઈ નેકુટુંબ કલ્યાણ ક્ષેત્રે વિચારી શકશે. વિશ્વ વસ્તીની સ્થિતિ 2023 એટલે 8 અબજ જીવો, અનંત શકયતાઓ છે. દરેક માટે એક સારી દુનિયા તરફ કામ કરવા એક કોલ ટુ એકશન તરીકે કાર્ય થવું જરૂરી છે, એમાં મહિલાઓ અને બાળકો માટે ખાસ અગ્રતા આપવી જરૂરી છે. આજે વસ્તી વિષયક ચર્ચાઓમાં ધણીવાર મહિલાઓ અને છોકરીની અવગણના થાય છે. વસ્તીને અંકુશમાં લેવા માટે ભારત સાર્થક પહેલ કરશે તેવી આખી દુનિયાને આશા છે.