શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ પટેલ ટિમ્બર ગ્રુપ નજીક નવી બનતી ઓસ્કાર નામની સાઈટ પર કામ કરતા મહિલા વહેલી સવારના સમયે બાથરૂમમાં નાહવા માટે ગયા હતા ત્યારે પતરા પર જતો ખુલ્લો વીજવાયર અડી જતા તેને વીજ શિક લાગતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવવાની મળતી માહિતી મુજબ મૂળ દાહોદના અને હાલ ગ્રીનલેન્ડ ચોકડી પાસે નવી બનતી ઓસ્કાર સાઈડમાં કામ કરતા કાલીબેન ચેતનભાઇ મંડોડ નામના મહિલા વહેલી સવારે બાથરૂમમાં સ્નાન કરવા માટે ગયા હતા ત્યારે બાથરૂમમાં ઉપર જતા ખુલ્લા વીજ વાયરને અડી જતા તેમને વીજ શોક લાગતા ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોતની પછી હતું. આ બનાવની જાણ પોલીસ સ્ટાફને થતા તે ઘટના સ્થળે દોડી જઇ મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.અને પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે મહિલાને સંતાનમાં બે પુત્ર છે અને તેઓ કડિયા કામ કરતા હતા