બીજી બે મેચમાં કાઠીયાવાડ પોસ્ટ અને મીડિયા ઈલેવનનો વિજય: રાજકોટ મીડિયા કલબ અને આરએમસીનું સફળ આયોજન
અબતક તરફથી આશિષ નાગે 78 અને દીપેન પારેખે 71 રનની શાનદાર ઈનીગ રમી: નિશાંત મહેતાએ ત્રણ વિકેટ ઝડપી
રાજકોટ મીડિયા ક્લબ, રાજકોટ મહાનગર પાલિકા તથા જેએમજે ગ્રૂપ પ્રાયોજિત 2024ની મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટનો ધમાકેદાર પ્રારંભ થઇ ચૂક્યો છે. જેમાં 21 જાન્યુઆરીના રોજ 3 મહત્વપૂર્ણ મેચ રમાયા હતા. પ્રથમ મેચ અબતક – ફૂલછાબ, બીજો મેચ કાઠિયાવાડ પોસ્ટ – કદમ ઇલેવન તથા ત્રીજો મેચ મીડિયા ઇલેવન અને હેડલાઇન વચ્ચે રમાયો હતો. જેમાં અબતક, કાઠિયાવાડ પોસ્ટ અને મીડિયા ઇલેવનનો વિજય થયો હતો.
પ્રથમ મેચની વાત કરવામાં આવે તો ફૂલછાબની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને નિર્ધારિત 20 ઓવરમાં 161 રન બનાવી સંપૂર્ણ ટીમ પેવેલિયન પરત ફરી હતી. ફૂલછાપ તરફથી સર્વાધિક 47 રનની ઇનિંગ કમલેશભાઈ કોઠારીયા રમી હતી જેમાં આઠ ચોગ્ગા અને એક છગાનો સમાવેશ થયો છે. બાદ હિતેશ મહેતાએ કુલ 27 રન નોંધાવ્યા હતા ત્યારબાદ જયદીપ પંડ્યા દ્વારા 21 રનની મહત્વપૂર્ણ રમવામાં આવી હતી આમ ફૂલછાબની ટીમ 161 બનાવી શકી હતી. અબતક તરફથી રજ વાંજાએ 2 વિકેટ ઝડપી હતી જ્યારે નિશાંત મહેતાએ પોતાના ચાર ઓવરના સ્પેલમાં ત્રણ વિકેટ ઝડપી 30 રન આપ્યા હતા સાથોસાથ સંજય વાઘેલા એ પણ એક વિકેટ ખેરવી હતી. ટીમમાં ચાર ખેલાડીઓ રોન આઉટ થતા ટીમ મોટો સ્કોર નોંધાવી શકી ન હતી. 162 રન નો પીછો કરવા ઉતરેલી અબતકની ટીમ તરફથી આશિષ નાગે સર્વાધિક 78 રન નોંધાવ્યા હતા જેમાં 12 ચોગ્ગા ને 2 છગ્ગા ફટકાર્યા હતા. તો બીજી તરફ દીપેન પારેખે પણ આક્રમક રમત રમી 71 રનની ઇન્નિંગ રમી હતી જેમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થયો હતો. ફૂલછાબ તરફથી એકમાત્ર નીરવ ગોંડલીયાને 4 ઓવરના સ્પેલમાં 26 રન નોંધાવી 2 વિકેટ ઝડપી હતી. અબતક ઇલેવનનો 8 વિકેટે વિજય થયો હતો.
બીજી મેચ કાઠિયાવાડ પોસ્ટ અને કદમ ઇલેવન વચ્ચે રમાયો હતો. પ્રથમ બેટિંગ કરતા કદમ ઇલેવનની ટીમ 20 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવી 119 રન નોંધાવ્યા હતા જેમાં સર્વાધિક નિર્મલસિંહ નું યોગદાન આપ્યું હતું જેમાં છ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાવ્યો હતો ત્યારબાદ તેજસ ગોસાઈ 11 રન અને કમલ ભટે 10 રનનું યોગદાન આપ્યું હતુ. કદમ વિશાળ સ્કોર ઊભો કરે તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું પરંતુ કાઠીયાવાડ પોસ્ટની ચાતુર્ય ભરી બોલિંગના પગલે કદમ ઇલેવન માત્ર 119 રન જ બનાવી શકી હતી અને મેચ લો સ્કોરિંગ રહ્યો હતો. કાઠીયાવાડ પોસ્ટ તરફથી અર્જુન મોઢવાડિયા , ઋતુભાઈ તથા દેવાંગ પારેખે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે સુભાષ કિડીયાએ 1 વિકેટ મેળવી હતી. 120 રન ના લક્ષ્યાંક નો બીજો કરવા ઉતરેલી કાઠીયાવાડ પોસ્ટની શરૂઆત પણ નબળી રહી હતી. જેમાં ટીમ તરફથી સર્વાધિક 33 રનનું યોગદાન મયુરસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યું હતું. લેવનના વાત કરીએ તો કેવલ ચૌહાણ અને શુભમ બારોટ એ બે બે વિકેટ જ્યારે સુનિલ મહેતા અને રાકેશ મકવાણા એક એક વિકેટ લીધી હતી. કાઠીયાવાડ પોસ્ટ નો ત્રણ વિકેટ એ વિજય થયો હતો.
ઇન્ટર પ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટ નો ત્રીજો મેચ પણ રસાકસી અને રોમાંચક બન્યો હતો જેમાં મીડિયા ઇલેવનની ટીમ 20 ઓવરના અંતે પાંચ વિકેટ ગુમાવી 152 રન નોંધાવ્યા હતા જેમાં ટીમ તરફથી સર્વાધિક ચેતન અગ્રાવત 43 રન નવનીત લશ્કરી 21 રન અને દિલાવરે 20 રનનું યોગદાન આપ્યું હતું.
તરફથી કાર્તિક બારડ અને યોગીરાજસિંહ ઝાલા ને બે વિકેટ જ્યારે રવિ નથવાણીને એક વિકેટ મળી હતી. 153 રન ના લક્ષ્યાંક નો પીછો કરવા ઉતરેલી હેડલાઇનની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 133 રન જ બનાવી આઠ વિકેટ ગુમાવી હતી. ટીમ તરફથી દઉંસભા દ્વારા 43 રનનું યોગદાન આપવામાં આવ્યું હતું
જ્યારે શિવ દ્વારા 30 રન અને દીપ દ્વારા 25 રન નોંધાવવામાં આવ્યા હતા. સામે મીડિયા ઇલેવનના ચેતન અગ્રાવતે તરખાટ મચાવી પાંચ વિકેટો ફેરવી દીધી હતી જ્યારે ગૌતમ ભેડાને ત્રણ વિકેટ મેળવી હતી. પરિણામ સ્વરૂપે મીડિયા ઇલેવન નો 19 રને વિજય થયો હતો.
સિનર્જી હોસ્પિટલના ડો. જયેશ ડોબરિયાની ટિમ ગ્રાઉન્ડ પર હાજર રહી
હાર્ટએટેકના વધતા બનાવને ધ્યાનમાં રાખીને મીડિયા ક્રિકેટ ક્લબ ટૂર્નામેન્ટની મેચમાં સિનર્જી હોસ્પિટલના ડો. જયેશ ડોબરિયાની ટિમ ગ્રાઉન્ડ પર હાજર રહી હતી . ખેલાડીઓને કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સંલગ્ન તકલીફ પડે તે માટે સિનર્જી હોસ્પિટલના ડોક્ટર ઉપરાંત ફિશ્યોથેરાપિસ્ટ પણ મેચ દરમિયાન ગ્રાઉન્ડ પર સતત સેવા આપવા ઉપસ્થિત રહ્યા હતા.
ખેલાડીઓને મિનરલ વોટર અને હેલ્થી ફૂડ અપાયું
રાજકોટ મીડિયા ક્લબ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને મિનરલ વોટર અને હેલ્થી ફૂડ ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે. જેમાં ટુર્નામેન્ટના દરેક મેચ દરમિયાન જગતભાઈ માતરિયા – મેક્સ બેવરેજીસ તરફથી વિનામૂલ્યે પાણીની સેવા પૂરી આવી રહી છે. આ ઉપરાંત તમામ મેચમાં ખેલાડીઓને ભાતભાતની અવનવી સ્વાસ્થપ્રદ વાનગીઓ પિંકીબેન તુષારભાઈ રાચ્છ તરફથી પીરસવામાં આવી હતી.