ભાણવડ: દર વર્ષે 2 થી 8 ઓક્ટોબર વન્ય પ્રાણી સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ વખત પણ તે અંતર્ગત 6 ઓકટોબરના રોજ ભાણવડના પોલીસ લાઈન ખાતે ભાણવડના વન વિભાગ તેમજ વન્ય જીવ સરક્ષણ અર્થે કાર્યરત એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટના સભ્યો દ્વારા વન્ય જીવ સપ્તાહ ઉજવણી અંતર્ગત વન્ય જીવ જાગૃતિ સેમીનારનું આયોજન કરાયું હતું.
આ તકે ખાસ એનિમલ લવર્સના પ્રમુખ અને રેસક્યુઅર અશોક ભટ્ટ દ્વારા આપણી આસપાસ સામાન્ય જોવા મળતો વન્યજીવ સાપ વિશે સામન્ય જાણકારી, ઝેરી/બિનઝેરી સાપોની પ્રજાતિ, સાપો વિશે ખોટી અંધશ્રદ્ધાઓ, સાપદંશની પ્રાથમિક સારવાર, જેવી અગત્યની ઉપયોગી માહિતી પોસ્ટર અને બેનર દ્વારા તેમજ વન વિભાગના કોટા દ્વારા વન્ય જીવોની સરક્ષણ અંગેના કાયદા વિશે માહિતગાર કરાયા હતા.
કાર્યક્રમના અંત ભાગમાં PI પી.પી.બ્રહ્મભટ્ટ સાહેબ દ્વારા પણ વન્યજીવ સરક્ષણ અને જતન માટે હાજર સૌને અપીલ કરી હતી. આ સાથે આ સેમિનારમાં ભાણવડના PI પી.પી. બ્રહ્મભટ્ટ, PSI કે.કે. મારું, એન.એન. વાળા, પી.કે.ડાંગર, તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ, જી.આર.ડી, ટી.આર.બી., હોમગાર્ડ સ્ટાફ, ઉપરાંત વન વિભાગના RFO અને એનિમલ લવર્સ સહીત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આનંદ પોપટ