જામજોધપુર: ટેમ્પોએ બાઈકને ઠોકર મારતા દંપતી ખંડીત
ગીગણી ગામે લગ્ન પ્રસંગમાં જતી વેળાએ અકસ્માત સર્જાતા પતીએ જીવ ગુમાવ્યો: પત્ની ઈજાગ્રસ્ત
જામજોધપુર તાલુકાના ગીંગણી ગામ પછી ગીગરેશ્ર્વર મહાદેવ મંદિર પાસે અકસ્માતમાં લગ્નમાંથી ઘરે જતું દંપતી ખંડીત થયું છે. પતિની નજર સામે જ પતિનું કમકમાટી ભર્યું મોત નિપજયું છે. પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ઉપલેટા તાલુકાના વાડલા ગામમાં રહેતા હિરાભાઈ પોલાભાઈ વાંદા નામના યુવાન અને તેમની પત્ની હિરાબાઈ જામજોધપુરમાં લગ્ન પ્રસંગે બાઈક લઈને નીકળ્યા હતા તે જામજોધપુરના ગીંગણી ગામ નજીકથી પસાર થતા હતા. ત્યારે પુરપાટ આવતા ટેમ્પોના ચાલકે બાઈકને ઠોકર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દંપતિને ઈજા પહોચતા તાત્કાલીક 108માં જામજોધપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરનાં તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો. અકસ્માતની જાણ થતાં પરિવારજનો પણ જામજોધપુર હોસ્પિટલ ખાતે આવી પહોચ્યા હતા. અને મૃતક યુવાનના કાકા ડાયાભાઈ કારાભાઈની ફરિયાદ પરથી ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.