શહેરમાં સૌપ્રથમ કહી શકાય તેવા આયોજનમાં વ્યક્તિગત કૌશલ્ય અને તમામ પ્રકારના કલાકારોને પરફોર્મન્સની એક આગવી તક
સ્ટે ફિટ અને વર્ટેકસ ડાન્સ સ્ટુડિયો દ્વારા ‘વોગ વિન્ડો’નું ભવ્ય આયોજન કરાયું
સૌરાષ્ટ્રનું પાટનગર અને સંસ્કાર નગરી ગણાતા રાજકોટમાં સૌ પ્રથમવાર એક એવું આયોજન થઈ રહ્યું છે કે જેમાં ઉભરતી કલા, કંઈક નવું કરવાની ધગશ, ધરાવતા લોકોને એક આગવું પ્લેટફોર્મ અને સાથે સાથે વેડિંગ એક્ઝિબિશન મા ઘરેલુ ઉત્પાદનો અને હસ્તકલા થી બનાવાયેલી ચીજોના પ્રદર્શની ના એક આગવા આયોજન માટે તૈયારીઓ થઈ રહી છે.એક આગવા આયોજન જેવા આ નવલા નજરાણા ને સફળ બનાવવા માટે આયોજક ટીમ સાથે દોઢસોથી વધુ યુવાનો સતત જહેમત ઉઠાવી રહ્યા છે.
શહેરના અમીન માર્ગ પર આવેલ ગંગા હોલ ખાતે તારીખ 27 અને 28 નવેમ્બર વિકેન્ડ ના બે દિવસોમાં”વોગ વિન્ડો”ના ટાઇટલ સાથે બે દિવસીય વિશિષ્ઠ કાર્યક્રમ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું છે આ નવી પહેલ ના મુખ્ય આયોજક ટીમના “અબતક” ની શુભેચ્છા મુલાકાતે આવેલા વિક્રમભાઈ લાઠીયા, દિશાબેન પરસાણા, જય ભાઈ પરસાણા, અને ઓમ ભાઈ નાગર એ સમગ્ર આયોજન અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટ માટે આ એક નવી પહેલ બની રહેશે, રાજકોટમાં આમ તો ઘણું બધું છે.
પરંતુ ટેલેન્ટને એકરૂપ કરવાની જરૂર છે ટેલેન્ટ માટે અત્યારે કોઈ મંચ નથી તમામ પ્રકારના કલા સાધકોને એક કરી એક “ટેલેન્ટ કોમ્યુનિટી” બનાવવાની ખાસ જરૂર છે, બસ આ જ વિચાર સાથે આગામી 27 અને 28 નવેમ્બરે અમીન માર્ગ પર આવેલ ગંગા હોલમાં “વોગ વિન્ડો”ના ટાઇટલ સાથે બે દિવસીય આયોજનમાં કે વિવિધ પ્રકારના કૌશલ્ય અને ખાસ કરીને પોતાનું સર્જન કરી શકે તેવા કલાકારોને પોતાની કલા પ્રદર્શન ની તક આપવામાં આવશે આ એક્ઝિબિશનમાં “વેડિંગ એક્ઝિબિશન”ને પણ આવરી લેવામાં આવ્યું છે.
જેમાં લગ્નમાં ઉપયોગી ચીજવસ્તુઓ અને ખાસ કરીને નવા ટ્રેન્ડ ફેશન અને હાથ વણાટની ચીજો નું પ્રદર્શન કરવામાં આવશેવિક્રમભાઈ લાઠીયા એ જણાવ્યું હતું કે આ એક્ઝિબિશન ખરેખર આર્ટ ટેલેન્ટ સ્ટેજ બની રહેશે, મુલાકાતીઓ માટે સરકાર ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સહિતની તમામ તકેદારી રાખીને અમે અમારો રાષ્ટ્રધર્મ બજાર શું છે તેમ જણાવી આયોજકોએ શહેરીજનોને આ આયોજનનો લાભ લેવા અનુરોધ કર્યો છે.