• સુરત ડ્રગ્સની બદ્દીથી ‘બદસુરત’
  • એટીએસએ પલસાણાના કારેલી ગામમાં બનતા ડ્રગ્સના કારખાના પર દરોડો પાડી બે લોકોની ધરપકડ કરી: આકરી પૂછપરછ શરૂ

ડ્રગ્સની બદ્દીથી સુરત હવે દિનપ્રતિદિન ’બદસુરત’ બનતું જતું હોય તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન સુરતમાંથી ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાતા હડકંપ મચી જવા પામ્યો છે. ગુજરાત એટીએસએ સુરતના પલસાણામાં દરોડા પાડ્યા છે. જ્યાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ જેવા

કેફી પદાર્થ બનાવાનું રો મટીરીયલ ઝડપી પાડવામાં આવ્યું છે. ઝડપાયેલા નશીલા પદાર્થની કિંમત કરોડો રૂપિયામાં આકવામાં આવી રહી છે.

ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનું માર્કેટ વધી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે, ત્યારે એટીએસની ટીમ દ્વારા ફરી ગુજરાતમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુજરાત એટીએસએ ગઈકાલે રાત્રે સુરતના કારેલીમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે. એટીએસએ કરોડોના રો મટીરિયલની સાથે 2 લોકોને ઝડપી પાડ્યા છે. આ મામલે એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નોંધીયય છે કે, કારેલી ગામમાં સામાન્ય પતરાના શેડમાંથી આ નશાની ફેકટરી ઝડપાઇ છે. પોલીસને ગુમરાહ રાખવા રહેણાંક વિસ્તાર વચ્ચે સમગ્ર રેકેટ ચાલતું હતું. બાતમીના આધારે એટીએસએ દરોડા પાડી રેકેટ ઝડપી પાડ્યું છે. બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે. એટીએસ દ્વારા ગોડાઉન સીલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ડ્રગ્સ બનાવાનું રો મટીરીયલ ક્યાંથી આવ્યું? અને કોણ કોણ સંડોવાયેલું છે? તે દિશામાં હવે તપાસ શરૂ કરવામાં આવી છે .

એફએસએલની ટીમે કેફી પદાર્થને ડ્રગ્સનું રો મટીરીયલ હોવાની પુષ્ટિ કરી

મળતી માહિતી અનુસાર ગુજરાત એટીએસની ટીમે ગઈકાલે રાતે કારેલી ખાતે રહેણાંક વિસ્તારમાં એક પતરાના ગોડાઉનમાં દરોડા પાડયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવવાનું રો મટીરિયલ મળી આવી આવ્યું હતું. જે બાદ એટીએસની ટીમે તાત્કાલિક તપાસ માટે એફએસએલની ટીમને અહીં બોલાવી હતી. જે બાદ એફએસએલની ટીમે આ ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ હોવાની પુષ્ટી કરી હતી.

4 કિલો એમડી ડ્રગ, રો મટીરીયલ સહીત કરોડો રૂપિયાનો નશીલો પદાર્થ કબ્જે

સૂત્રોના જણાવ્યા અનુસાર એટીએસની ટીમે કરોડો રૂપિયાનું ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ, 3-4 કિલો એમડી ડ્રગ્સને કબજે કર્યું હતું. આ સાથે જ 2 શખ્સોની અટકાયત પણ કરવામાં આવી હતી. એટીએસની ટીમને જાણવા મળ્યું હતું કે આ ડ્રગ્સને મોટા ભાગે મુંબઈ સપ્લાય કરવામાં આવતું હતું.

ડ્રગ્સના સોદાગરો કોણ? એટીએસની તપાસ તેજ

હાલ ગુજરાત એટીએસની ટીમે આ ફેક્ટરીમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે, આ રો મટીરિયલ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેને કોને-કોને આપવામાં આવતું હતું. તે દિશામાં તપાસના ધમધમાટ શરૂ કર્યા છે. આપને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે ગુજરાતમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હોય, આ પહેલા પણ અમદાવાદ, અમરેલી, ગાંધીનગરના પીપળજ, ગાંધીનગરના દહેગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ ચૂકી છે

ડ્રગ્સનું મટિરિયલ ક્યાંથી લવાયું? તે દિશામાં પણ તપાસ શરૂ

ગુજરાત એટીએસને મળેલ બાતમીનાં આધારે એટીએસ દ્વારા સુરતનાં પલસાણામાં એક ફેક્ટરી પર રેડ કરી હતી. જ્યાંથી એટીએસે બે શખ્શોની ડ્રગ્સનાં જથ્થા સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એટીએસ દ્વારા ગોડાઉનમાં રેડ પાડતા કરોડો રૂપિયાનું કેફી પદાર્થ બનાવવાનું મટિરિપલ ઝડપાયું હતું. એફએસએલની ટીમે ગોડાઉન સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આ ડ્રગ્સનું મટીરીયલ ક્યાંથી લવાયું અને કોને આપવાનું હતું. તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.