ઓખા પોર્ટ બંદરની સ્થાપના બાદ જુની સીપીંગ કંપનીનો આયાત-નિકાસ ક્ષેત્રે સિંહ ફાળો
ગુજરાતના ૧૬૦૦ કી.મી. લાંબા દરિયા કિનારા પર ૧૧ વિશાળ કદના અને ર૬ નાના મોટા કુલ ૩૭ બંદરો ગુજરાત સરકારના વહીવટી નિયંત્રણ હેઠળ છે. જેમાં ઓખા બંદર પણ ટ્રાફીકની દ્રષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવે છે. દેશનું કંડલા બાદ બીજા બંદરનું બાર માસી કુદરતી બંદર પણ ગણવામાં આવે છે. ઓખા બંદરએ ઐતિહાસિક, પૌરાણીક અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ મહત્વનું સ્થાન ધરાવે છે.
ઓખા બંદરની સ્થાપના ૧૯૨૬માં સયાજીરાજ ગાયકવાડ સરકારે કરી હતી. ત્યારબાદ ૧૯૨૮ માં ઓખા ગામમાં છત્રપતિ શીવાજી ગ્રંથાલય લાયબ્રેરી ની સ્થાપના કરી હતી. ૧૯૨૮ થી ૧૯૮૫ સુધી આ લાયબ્રેરી તાલુકા પંચાયત સંચાલીત રહી ત્યારબાદ ૧૯૮૫ થી રાજય સરકારે પોતાના હસ્તે લીધી હતી. આજે પણ લાયબ્રેરીનું સફળ સંચાલન ડાંગર હિંમતભાઇ કરી રહ્યા છે. અહીં કુલ ૧૧૪૭૯ પુસ્તકો ધરાવતી ગુજરાતની સવથી પુરાણી લાયબ્રેરી ગણવામાં આવે છે.
ગ્રંથાલય લાયબ્રેરીના સ્થાપત્ય પિતામહ ડો. એસ.આર. રંગનાથન જન્મ તા.૧ર ઓગષ્ટ ૧૯૯૨માં થયો હતો. તેના જન્મદિનની ઉજવણીના ભાગરુપે આજે ઓખા લાયબ્રેરી ખાતે દેશના મહાપુષોના જીવન ચરિત્રના પુસ્તકોનું પ્રદર્શન રાખવામાં આવેલ જેમાં બેટ સંસ્કૃત પાઠશાળાના યુવા કથાકાર ગૌરવભાઇ જોશી તથા તેમની યુવા ટીમે ખાસ હાજર રહ્યા હતા.
ઓખા પોર્ટની સ્થાપના ૧૯૨૬ માં થઇ ત્યારથ ૧૪મી ફેબ્રુઆરી ૧૯૭૬ માં ઓખા પોર્ટ ૫૦ વર્ષ પૂર્ણ કર્યા હતા જેનું ગોલ્ડન જુબેલી પુસ્તક મળી આવ્યું હતું. જેમાં ઓખા બંદના ઇતિહાસના પાયાના પથ્થર સમાન પુરાની શીપીંગ ત્રીકમદાસ હરીદાસ (ભાભા શેઠ) જે.એમ.બક્ષી, વિરમ આશા એન્ડ કાું. ઇન્ડીયન રોડ લાઇન જેવી અનેક પેઢીઓ આજે પણ દેશ અને વિદેશમાં પ્રસિઘ્ધી મેળવેલ છે. અને તે સમયના પ્રથમ ઓખા પંચાયત પ્રમુખ જગદીશભાઇ શાન્તીલાલ શાહને પણ ખાસ યાદ કરેલ હતા.
યુવા કથાકારે લોકોને લાયબ્રેરી અને પુસ્તકોનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે પુસ્તક એ માણસનો સાચો મિત્ર છે સારા પુસ્તકો વાચવાથી જીવનનું ઘડતર અને મન શુઘ્ધ થાય છે. યુવાનો એટીવી અને મોબાઇલ પહેલા પુસ્તકો જરુર વાંચવા જોઇએ.