• ન્યારી ડેમ પાસે યુ.વી.એમ.સી. પાર્ટી લોન્સ ખાતે રવિવારે સાંજે 6 વાગ્યાથી જામશે રાસની રંગત:  જ્ઞાતિજનોને
  • રાસોત્સવમાં ઉમટી પડવા મોઢ વણિક મહાજન ટ્રસ્ટના હોદ્દેદારોની સ્નેહ નીતરતું આમંત્રણ
  • સમસ્ત મોઢ વણિક જ્ઞાતિ માટેના ની:શુલ્ક આયોજન: ખેલૈયાઓમાં અનેરો થનગનાટ : લાઇટ-સાઉન્ડનાં સથવારે ગરબાની ધૂમ સાથે ઇનામોની વણઝાર

કંઈક અનોખું અને સર્વોત્તમ આયોજન કરવું તે

શ્રી મોઢવણીક મહાજન ટ્રસ્ટની આગવી ઓળખ બની ગઇ છે. મોઢવણિક જ્ઞાતીજનો માટે વર્ષ દરમિયાન અનેક અવનવા આયોજન કરવામાં આવે છે.આ પરંપરા જાળવી રાખવા આવી છે. સતત બીજા વર્ષે નવરાત્રી ઉત્સવને ઉજવવા રાજકોટમાં વસવાટ કરતા  મોઢવણિક જ્ઞાતીજનો માટે આગામી  રવિવારના રોજ વેલકમ નવરાત્રી મહોત્સવ 2024 નું જાજરમાન અને ભવ્ય આયોજન શહેરના ન્યારી ડેમ રોડ ખાતે મોઢ વણિક મહાજન સંચાલિત નવનિર્મિત અતિ આધુનિક યુવીએમસી પાર્ટી લોન્સ ખાતે સાંજના 6 કલાકથી કરવામાં આવ્યું છે.જેની “અબતક”ના તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

વેલ કમ નવરાત્રી મહોત્સવ અંગે વિશેષ માહિતી આપતા મોઢ વણિક મહાજન ટ્રસ્ટના યુવા પ્રમુખ ભાગ્યેશ વોરા, મેનેજીંગ ટ્રસ્ટી કીરેન છાપીયા, મંત્રી અશ્વિન વડોદરીયા, સહમંત્રી કેતન પારેખએ જણાવ્યું છે  કે, મોઢવણિક જ્ઞાતી માટે નિ:શુલ્ક અલ્પાહાર સાથે વેલકમ નવરાત્રી મહોત્સવની  સંસ્થાના નવનિર્મિત અને અતિઆધુનિક મખમલી લીલાછમ લોનથી સજજ યુવીએમસી  પાર્ટી લોન્સના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે.

મોઢ વણિક જ્ઞાતિના બાળકો,યુવાધન અને વૃદ્ધમાં આધ્યશક્તિના પર્વને વધાવવા મન-ભરીને આનંદ માણવા થનગની રહયા છે.

વેલકમ નવરાત્રી મહોત્સવના આકર્ષણો વિશે વધુમાં મોઢવણિક મહાજનના સુનિલ વોરા, નીતિન વોરા અને સંજય મણીઆરે  જણાવ્યું હતું કે, અલગ-અલગ 4 ગ્રુપમાં ખેલૈયાને પ્રીન્સ-પ્રિન્સેસ વેલડ્રેસના ઇનામો આપવા માં આવશે. વિશાળ 30000 ચોરસ ફૂટના વિશાળ ગ્રાઉન્ડ, 25000 વોલ્ટની સાઉન્ડ સિસ્ટમ તથા નયનરમ્ય લાઇન્ટિંગથી સુશોભિત ગ્રાઉન્ડ, આકર્ષક સેલ્ફી પોઈન્ટ સાથો સાથ વિખ્યાત  ગાયક ક્લાકરો સાથેનું અધ્યતન ઓરકેસ્ટ્રા રાસની રંગત જમાવશે.ગરબા માણવા  પધારેલા સમસ્ત જ્ઞાતિજનો માટે  સુંદર બેઠક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.

વેલ કમ નવરાત્રી મહોત્સવમાં રાજકોટના જ્ઞાતિ અગ્રણીઑની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત મહોત્સવ અંતર્ગત વિજેતા પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ પ્રિન્સ-પ્રિન્સેસ, બેસ્ટ કપલ,  સહિત અનેક વિજેતાઓને આકર્ષક ગિફ્ટનાં સ્પોન્સર્સ દીપક રેડીમેઇડ હાઉસ, છાપીયા એસોશીએટ્સ, વિકાસ સ્ટવ એન્ડ કુકવેર, શ્રીજી ઈલેકટ્રોવિઝન, શેઠ ટ્રેડર્સ કંપની, સુનિલભાઈ વોરા, માતંગી જ્વેલર્સ, નિશિત ટ્રેડર્સ અને ઇલેશભાઈ પારેખ દ્વારા 270 થી વધારે અલગ અલગ કેટેગરીમાં વિજેતાઓને પુરસ્કૃત તદુપરાંત, આશ્વાસન ભેટ આપવામાં આવશે.

માત્રને માત્ર મોઢવણિક જ્ઞાતિજનો માટે યોજાઇ રહેલા બિનવ્યાવસાયિક અને તદ્દન નિ:શુલ્ક રાસોત્સવમાં મોઢવણિક જ્ઞાતિજનો અને ખેલૈયાઑને ઉમટી પડવા નિમંત્રણ સાથોસાથ જ્ઞાતિજનોને આ નિ:શુલ્ક આયોજન નિમિતે યથાયોગ્ય અનુદાન આપવા શ્રી મોઢવણિક મહાજન અપીલ કરે છે.

વેલ કમ નવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે મોઢવણિક મહાજન ટ્રસ્ટના રાજકોટનાં યુવા  પ્રમુખ ભાગ્યેશ વોરા, મેનેજીંગ ટ્રસ્ટી કીરેન છાપીયા ઉપરાંત નવરાત્રી મહોત્સવના પ્રભારી-ટ્રસ્ટી કેતન પારેખનાં રાહબરીમાં ટ્રસ્ટી સુનિલ વોરા, અશ્વિન વડોદરિયા, નીતિન વોરા, જગદીશ વડોદરિયા, સંજય મણિયાર, ઈલેશ પારેખ, ધર્મેશ વોરા પ્રોજેક્ટ ઇન્ચાર્જ પિયુષ પટેલ, કેતન બોઘાણી અને અતુલભાઈ વોરા તેમજ  વેલકમ નવરાત્રી મહોત્સવની પ્રોજેક્ટ ટીમનાં કમિટી મેમ્બર્સ નીતિન મણીઆર, દિપક કલ્યાણી, ડો. કમલેશ પારેખ, કેતન વોરા, જયેન્દ્રભાઈ મહેતા, ધીરૂભાઈ મહેતા, અતુલ પારેખ, ભાવિક મહેતા, છાયાબેન વજરીયા, મીરાબેન મહેતા, ક્રિષ્નાબેન મણિયાર, સુનિલ બખાઈ, સંજય મહેતા, સાવન ભાડલીયા, સંદીપ પટેલ, મુકેશ પારેખ, યોગેશ પારેખ, નીતાબેન પારેખ, યતિન ધ્રાફાણી, મિલન વોરા, રાજદીપ શાહ, જીગ્નેશ મેસ્વાણી, કાકુભાઈ મહેતા, પ્રશાંત ગાંગડિયા અને વિહાન વોરા   સહિતના જ્ઞાતિ બંધુઓ જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ અંતમાં શ્રી મોઢવણિક મહાજન રાજકોટનાં મેનેજર  સુરેશ રાજપુરોહિતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.