સમસ્ત વ્યાસ જ્ઞાતી સમૂહ લગ્ન સમિતિનું આયોજન: ૧૪ યુગલો લગ્નગ્રંીી જોડાશે: ૭ બટુકો યજ્ઞોપવિત ધારણ કરશે
સમસ્ત વ્યાસ, નાયક, ભોજક જ્ઞાતિ સમૂહ લગ્ન સમીતી (જૂની) દ્વારા આગામી તા.૭ને રવિવારે કુવાડવા ગ્રામ પંચાયત હાઈસ્કુલ વાંકાનેર ચોકડી ખાતે ૩જા સમૂહ લગ્ન તા યજ્ઞોપવીતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૪ યુગલો લગ્નગ્રંીી જોડાશે. તેમજ ૭ બટુકો યજ્ઞોપવિત ધારણ કરશે.
આ તકે મુખ્યમંત્રી ‚પાણી ખાસ હાજરી આપશે. પ્રસંગના મુખ્યદાતા ભરતભાઈ આર.નાયક (મહેસાણા) છે. આ પ્રસંગે મહેસાણા સંસ્કાર આર્ટ એકેડમી દ્વારા પ્રસ્તુત નાટક ગરીબ ક્ધયા ભજવવામાં આવશે. આ તકે મહંત ગુ‚જી મામાજી ગુ‚દત ગીરનારી આશ્રમ (કુવાડવા). પૂ.સત માતાજી પુત્રી ગુ‚જી મામાજી, મહંત ગીરનારીબાપુ અંબાધામ-ટોર ટંકારા, પ. પૂ. હિંમતરામ બાપુ-નકલંગ મંદિર ખરેળા, પ. પૂ. વસંતામાં-ખોડીયાર મંદિર-ખાખરાળા, પ.પૂ.નિતીનભાઈ મુખ્યાજી-હવેલી ધરાઈ, પરમ પૂજય નરસંગદાસબાપુ સાહેબ-કબીર આશ્રમ, રાજકોટ ખાસ ઉપસ્તિ રહેશે.
આયોજનની વિગતો આપવા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે અધ્યક્ષ જયંતિલાલ વૃજલાલભાઈ સુરેજા, પ્રમુખ કિશોરભાઈ ભાઈશંકરભાઈ કુકરવાડીયા, ઉપપ્રમુખ નટુભાઈ શિવલાલભાઈ પૈજા, મંત્રી પ્રવિણભાઈ વૃજલાલભાઈ સુરેજા, હોદ્દેદાર યોગેશભાઈ કે.ઈન્દ્રાડીયા, રસીકભાઈ સી.ઓરીયા, મગનલાલ ડી.મંડલી, મહેન્દ્રભાઈ ડી.ગિરધારિયા, અશોકભાઈ સી.ટીટીયા અને પત્રકાર સંજયભાઈ કોટક સહિતના ઉપસ્તિ રહ્યાં હતા.