લાભુભાઈ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજ આયોજીત વેબિનારમાં ડો.ભરત જૈન, ડો.ઉપેન્દ્ર રાવલ, પ્રો.ડો.કિશ્ર્ચિયન પોપેસ્કુએ માર્ગદર્શન આપ્યું
શહેરની નામાંકિત તથા મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લાભૂભાઇ ત્રિવેદી એંજિનિયરિંગ કોલેજના સિવિલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજકોસ્ટના સહયોગથી Enhancing and assuring sustainable development with holistic approach વિષય પર તાજેતરમાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય કક્ષાના ફ્રી વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે જીટીયુના કુલપતિ ડો.નવીન શેઠ હાજર રહ્યા હતા. જેમાં ભારત ઉપરાંત અલગ અલગ ૧૦ દેશો જેવા કે પોલેન્ડ, ઈજિપ્ત, રોમાનિયા, સાઉથ કોરિયા, ઈરાક, જર્મની, યુએસ, તુર્કી, યુક્રેન, બાંગલાદેશ માંથી ૧૦૦ થી વધુ વિધ્યાર્થીઓ, અધ્યાપકો, રિસર્ચ સ્કોલર, ઇન્ડસ્ટ્રીયલ પર્સનસ એ ભાગ લઈ પોતાના નોલેજમાં વધારો કર્યો હતો. વેબીનારના નિષ્ણાંત વક્તા ડો. ભરત જૈન, ડો. ઉપેન્દ્ર રાવલ ઉર્ફે મુનિ અને રોમાનિયાની પિટેસ યુનિવર્સીટીના એસોસિયેટ પ્રોફેસર ડો. ક્રિશ્ચિયન પોપેસ્કુએ ઉપરોક્ત વિષય પર પોતાનું સંબોધન આપ્યુ, નવી ટેકનોલોજી, મેથોડોલોજી નો ઉપયોગ પર્યાવરણ નું રક્ષણ અને જાળવણી માટે ક્યાં અને કેવી રીતે કરવો, તેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સિવિલ ડીપાર્ટમેન્ટના પ્રોગ્રામ કોઓર્ડિનેટર પ્રો. નિસર્ગ મહેતા, ક્ધવીનર સિવિલ વિભાગના હેડ પ્રો. વિનોદ પંચાલ અને એસોસિયેટ હેડ ડો. વિરંગ ઓઝા અને પ્રિન્સિપાલ ડો. ભરત રામાણી એ ભારે જહેમત ઉઠાવી હતી.