- જામનગરની ફૂડ શાખા ની તપાસણી દરમિયાન એક ગોદામમાંથી સાડા ત્રણ લાખની કિંમતનો એક્સપાયરી ડેઇટ નો માલ સામાન મળી આવ્યો
- એક્સપાયરી ડેઇટ ની તમામ ખાદ્ય સામગ્રી કબજે કરી લઈ જાહેરમાં ખાડો કરી તેનો નાશ કરાવવામાં આવ્યો
જામનગર તા ૨૮, જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા સાજીદભાઈ પીંજારા નામના વેપારી ની પેઢીના ખજાનાકા વિસ્તારમાં વારીયા મસ્જિદ પાસે આવેલા આવેલા ગોદામાં તપાસણી કરતાં એક્સપાયરી ડેઇટ નો સંખ્યાબંધ ખાદ્ય સામગ્રી નો જથ્થો મળી આવ્યો હતો. અંદાજે સાડા ત્રણ લાખની કિંમતના તમામ અખાદ્ય સામગ્રીના પેકેટ વગેરેને કબજે કરી લેવામાં આવ્યા હતા, અને ગુલાબ નગર ડમ્બીંગ પોઇન્ટ નજીક જેસીબી થી ખાડો કરીને તમામ સખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકા ના ફૂડ સેફ્ટી ઓફિસર ને મળેલ ફરીયાદ અનુસંધાને શહેર ના વરિયા મસ્જીદ ની બાજુમાં, મરછી પીઠ ચોક, ખોજા નાકા, જામનગર ના ગોડાઉન મા તપાસ કરતાં ગોડાઉન તથા સેલ વિભાગ મા રહેલ અલગ-અલગ ખાદ્ય ચીજો મા લેબલ મા એક્સપાયરી ડેટ મળી આવી હતી.
તેમજ દુકાન/ગોડાઉન મા કાયદા મુજબ કોઈ જગ્યાએ નોટ ફોર સેલ જેવા બોર્ડ દર્શાવેલ ન હતો તેથી વિક્રેતા ના જણાવ્યા મુજબ સમગ્ર એક્સપાયરી જથ્થો છોટા હાથી વહીકલ મા સોર્ટિંગ કરી એક્સપાયરી ડેટેડ માલ અલગ તારવી સમગ્ર જથ્થો આશરે ૩.૫ લાખ ની કીમત નો માલ ડમ્પીંગ સાઈડ, ગુલાબનગર ખાતે લઈ જવાયો હતો.
જ્યાં જેસીબી થી ખાડો કરી જમીન મા દાટવામાં આવ્યો છે, જે કામગીરી ગઈકાલે બપોરના ૧.૩૦ થી બપોર ના ૪.૩૦ વાગ્યા સુધી ચાલી હતી..
સાગર સંઘાણી