- કાલથી દ્વારકામાં અવધેશાનંદજી કથા ગંગાનો પ્રારંભ: 23મી સુધી ભાવિકજનો અવધેશાનંદજીની કથાનું રસપાન કરશે
- સ્વામી અવધેશાનંદજી ગિરી હિન્દુ ધર્મ આચાર્ય સભા ટ્રસ્ટના ચેરમેન વર્લ્ડ કાઉન્સીલ ઓફ રીલીજીયસ લીડર્સ સભ્ય તેઓ શ્રી પંચ દશનામ જુના અખાડાના આધ્યાત્મિક વડા જુના અખાડો 1200 વર્ષ જુની સંસ્થા 14 લાખ સન્યાસીઓ અને એક કરોડ ભક્તો સભ્યો છે
પંચ દશનામ જુના અખાડાના આદ્યાત્મિક વડા અવધેશાનંદજીની આગામી તા. 17 થી 23 સુધી દ્વારકા ખાતે ભગવાત સપ્તાહનું આયોજન કરાયું છે. અવધેશાનંદજી આજે રાજકોટ ખાતે આવી પહોચતા તેમનું ભાવિકોએ ભાવભયુૃ સ્વાગત કર્યુ હતું. રાજકોટથી અવધેશાનંદજીએ દ્વારકા ખાતે પ્રસ્થાન કર્યુ છે. સ્વામી અવધેશાનંદજી ગિરી હિન્દુ ધર્મ આચાર્ય સભા ટ્રસ્ટના ચેરમેન વર્લ્ડ કાઉન્સીલ ઓફ રીલીજીયસ લીડર્સ સભ્ય તેઓ શ્રી પંચ દશનામ જુના અખાડાના આધ્યાત્મિક વડા જુના અખાડો 1200 વર્ષ જુની સંસ્થા 14 લાખ સન્યાસીઓ અને એક કરોડ ભક્તો સભ્યો છે.
તેઓ પોતે જ સાડા છ લાખ સાધુઓને દિક્ષા આપેલ છે. પ્રભુ પ્રેમ સંઘના આધ્યાત્મિક વડા છે. તેઓની દીર્ઘ દ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ ભારતભરમાં ચાલે છે. જેમાં મુખ્ય પ્રવૃત્તિઓમાં ગરીબ માણસોને સહાય, ગામડાના જરૂરિયાતમંદોને બધી જ સહાય, ચેરીટેબલ હોસ્પિટલ બનાવી સેવા કરવી, મોબાઈલ ડિસ્પેન્સરી, ગરીબ માણસોને રોજબરોજની મફત જમવાની સેવા, ગરીબ દર્દીઓને નાણાંકીય સહાય, ગામવાસીઓની આર્થિક, ધાર્મિક, આધ્યાત્મિક ઉન્નતિ અને સવિશેષ આદિવાસીઓના ઉત્થાનની સેવાકીય પ્રવૃત્તિઓ અવિરત ચાલે છે.
સમન્વય ટ્રસ્ટ – હરિદ્ઘાર, જેઓએ હરિદ્ધારમાં ભારત માતા મંદિર અને તેની 7 દેશોના શાખાના વડા છે. ઉદ્દબોધનોમાં ગાઢ આધ્યાત્મિક રહસ્યોને ખૂબ જ સરળ શૈલીમાં પ્રસ્તુત થતા રહે છે. તેઓના હૃદયસ્પર્શી ભાષણો આજના જમાનામાં પ્રશ્નોનું પણ સુંદર નિરાકરણ કરે છે. તા. 17 નવેમ્બરથી 23 નવેમ્બર દરમ્યાન સવારે 10થી 1 શ્રી ભાગવત કથાનું જ્ઞાન પ્રદાન કરશે. સૌ જનગણને આવવાનું હાર્દિક આમંત્રણ છે. વધુ વિગતો માટે પ્રદીપભાઈ વડોદરિયા : 96625 22454, પિયુષભાઇ રસિકભાઈ વોરા : 97231 30914 નો સંપર્ક કરવા એક યાદી માં જણાવાયું છે.