કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવ્રુતી કરતા ઈસમો ઉપર અટકાયતી પગલાઓ લેવા સુચના આપેલ હોવાથી બે માસ અગાઉ સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ અંજાર દ્વારા તા-02/05/2024 વાળા હુકમથી કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી જીલ્લાઓ માથી એક વર્ષ માટે તડીપાર કરવામાં આવેલ ગાંધીધામ તાલુકાના કિડાણા ગામનો ઈસમ અશોકગીરી સુખગીરી ગૌસ્વામી  કચ્છ જીલ્લાની હદમાં સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વગર પ્રવેશ કરી ગાંધીધામ તાલુકાના કિડાણા ગામેથી મળી આવતા તેના વિરૂધ્ધ તડીપાર હુકમની શરતોનો ભંગ કરતા તેના વિરૂધ્ધ ગાંધીધામ “બી” ડીવીઝન પો.સ્ટે.મા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

આ કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા, પો.સબ ઇન્સ. એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.