મેયર ડો.જૈમન ઉપાધ્યાય કાલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની મંજુરી માટે રજુઆત કરશે
મહાપાલિકા દ્વારા હાલ આજી નદી શુદ્ધિકરણની કામગીરી શ‚ કરવામાં આવી છે. કાલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજી નદી શુદ્ધિકરણ મહાઅભિયાનનો આરંભ કરવામાં આવનાર છે.
ત્યારે શહેરના મધ્યમાંથી પસાર થતી ૧૧ કિલોમીટરની લંબાઈ ધરાવતી આજી નદીના બંને છેડે સાડા સાત કિલોમીટરના વિસ્તારમાં ‚ા.૮૦ કરોડના ખર્ચે વોલ બનાવવાની વિચારણા કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, હાલ રાજકોટ મહાપાલિકા પાસે આગવી ઓળખની ગ્રાન્ટ પેટે ‚ા.૫૧ કરોડ પડતર પડયા છે ત્યારે આજી નદીના બંને કાંઠે સાડા સાત કિલોમીટરના વિસ્તારમાં વોલ બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રજુઆત કરવામાં આવશે. આ કામ માટે ‚ા.૮૦ કરોડનો ખર્ચે થવાનો અંદાજ છે. બાકીની રકમ સ્માર્ટસીટી પ્રોજેકટ અંતર્ગત રાજકોટને કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ફાળવવામાં આવશે તેમાંથી કરાશે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આજી નદીની વારંવાર સફાઈ કરવાથી કોઈ પરિણામ નહીં મળે. નદીમાં માત્ર નદીનું જ પાણી વહેવું જોઈએ પરંતુ આજીમાં ડ્રેનેજ અને ઉધોગોનું પણ પાણી વહે છે જે બંધ કરવા માટેનો એક જ રસ્તો છે કે નદીની બંને સાઈટ વિશાળ વોલ બનાવી દેવામાં આવે જેનાથી દબાણ સહિતના પ્રશ્ર્નો ઉકેલાય.