સુરેન્દ્રનગર જીલ્લા વન વિભાગની 8 ટીમો દ્વારા શનિવાર અને રવિવાર એમ બે દિવસ ગીધની વસ્તી ગણતરી અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જીલ્લાનાં ધ્રાંગધ્રા, પાટડી-દસાડા અને લખતર તાલુકામાં ગીધની વધુ વસ્તી જોવા મળી હોવાનું જાણવા મળેલ છે.
ગીધની સંખ્યા અંગે હાલ રીપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ અંગેની જાણવા મળતી વધુ વિગત એવી છેકે, સમગ્ર રાજ્યમાં વનવિભાગ, પ્રકૃતિ પ્રેમીઓ અને પક્ષી નિરીક્ષકોની ટીમો દ્વારા ગીધની ગણતરી અંગે કામગીરી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જીલ્લા વન અધિકારી એન.જે.પરમાર અને તેમની ટીમ તથા પક્ષીવિદ્-પર્યાવરણ પ્રેમી સવાના નેચર ક્નઝર્વેશન સોસાયટીનાં ચીકુભાઈ વોરા સહીતનાં પક્ષીવિદો દ્વારા તા-10 અને 11 ડિસેમ્બરનાં રોજ સુરેન્દ્રનગર જીલ્લામાં ગીધની વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવી હતી.