ઘર થી દુર એક ઘર
નાસાના સ્પિટઝર ટેલિસ્કોપથી ગ્રહ શોધાયો : પાણી હોવાની શક્યતા વ્યક્ત કરતા વૈજ્ઞાનિકો
પૃથ્વીથી માત્ર 90 પ્રકાશ વર્ષ દૂર એક ગ્રહ મળ્યો છે જે જ્વાળામુખીથી બનેલો છે. ત્યારે આ બાહ્ય ગ્રહ પણ પૃથ્વીની જેમ જીવસૃષ્ટિ હોય શકે છે. જો કે તેને લઈને થોડું રહસ્ય બનેલુ છે. આ પહેલા કેમ ન દેખાયો. જો રહસ્યમયી ગ્રહ વિશે વધુ જાણકારી મળશે તો વૈજ્ઞાનિક પૃથ્વી કરતાં મોટા પથરાળ ગ્રહો અને નેપ્ચ્યુન કરતાં નાના વાયુયુક્ત ગ્રહોનો કોયડો ઉકેલી શકશે. પરંતુ જ્યારે પણ વૈજ્ઞાનિકો તેને નજીકથી જોવે છે. ડેટાનો અભ્યાસ કરે છે તો લાગે છે કે તેમાં વાયુયુક્ત વાયુમંડળ છે. એટલું જ નહીં સમગ્ર ગ્રહ પર જ્વાળામુખી જ ફાટી નીકળતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
નાસાના વૈજ્ઞાનિકો અને તેના ટેલિસ્કોપની સાથે અન્ય રિસર્ચ ના માધ્યમથી આ ગ્રહ શોધવામાં આવ્યો છે જેમાં જ્વાળામુખી સતત દેખાય રહ્યા છે. હાલ જે રીતે વૈજ્ઞાનિકો દ્વારા ગ્રહનું વર્ણન કરવામાં આવ્યું છે તેને જોતા પાણી હવામાન તથા જીવ સૃષ્ટિની શક્યતા પણ હોઈ શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જે ગ્રહ શોધવામાં આવ્યો છે તે પૃથ્વી કરતા પહોળાઈમાં મોટો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો ગ્રહ જિયોલોજીકલી એક્ટિવ હશે તો વાતાવરણ પણ જીવ સૃષ્ટિ માટે અનુકૂળ રહેશે. પરંતુ હાલ જે વાત સામે આવી રહી છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે આ પ્રકારના અનેક ગ્રહો શ્યોર મંડળમાં જોવા મળે છે અને તે એટલા જ રહસ્યમય છે.