- નિર્મલ મમતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું આયોજન
ગાંધીધામ ખાતે નિર્મલ મમતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આદિપુરમાં વોકલ ફોર લોકલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ નવરાત્રી સ્પેશિયલ એક્ઝિબિશનનું આયોજન આદિપુર મહિલા મંડળમાં એન.એમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં 23 જેટલા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સ્ટોલમાંથી નવરાત્રીની હેન્ડમેડ જ્વેલરી, ચણીયા ચોલી, કેડિયા,બંગાલી દુપટ્ટા વગેરેની ખરીદી કરી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી ઉત્સવ મનાવવા માટે સર્વેમાં જોશ જોવા મળી રહ્યો છે આ માટે નવરાત્રી સ્પેશિયલ એક્ઝિબિશનનું આયોજન આદિપુર મહિલા મંડળમાં એન.એમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું. આ એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરેથી કામ કરતી બહેનો જે પોતાના ઘરને આર્થિક રૂપે મદદ થઈ શકે અને સ્વ નિર્ભર પણ બને છે તેવી બહેનોને એક મોટું પ્લેટફોર્મ માટેનું હતું.
આ સાથે આ એક્ઝિબિશનમાં 23 જેટલા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું આનું ઉદઘાટન શ્વેતા અભિષેક દ્વારા રીબીન કાપીને કરવામાં આવ્યું. ત્યાર પછી એક્ઝિબિશનમાં લોકોએ ખરીદી કરી હતી આનું આયોજન એક દિવસ માટે સવારે 9:00 થી રાતના 9:00 વાગ્યા સુધી કરવામાં આવ્યું લગભગ 300 થી 400 લોકોએ આ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. તેમજ લોકોએ સ્ટોલ માંથી નવરાત્રીની હેન્ડમેડ જ્વેલરી, ચણીયા ચોલી, કેડિયા, બંગાલી દુપટ્ટા વગેરેની ખરીદી કરી હતી ને ટ્રસ્ટ બધા સ્ટોલ મેમ્બર્સનું અને મુલાકાતીઓ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભવિષ્યમાં બહેનો માટે મોટા પ્લેટફોર્મ નું આયોજન કરતા રહેશે તેવું ટ્રસ્ટના ફાઉન્ડરે જણાવ્યું હતું. આ આયોજનમાં ટ્રસ્ટની ટીમ પણ હાજર રહી હતી તેમનો પણ ટ્રસ્ટે આભાર વ્યક્ત કર્યો હતો.
ભારતી માખીજાણી