Abtak Media Google News

માનવીના જીવનમાં આંખ, કાન, નાક જેવી વિવિધ શરીર રચના તેના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. 1995માં દેશમાં વિકલાંગ ધારા લાગુ કરવામાં આવ્યો, અત્યારે તો જુદી જુદી ર1 કેટેગરીનો સમાવેશ કર્યો છે. તેમનાં શિક્ષણ શૈ. કિટ વિવિધ સાધન સહાય જેવી તમામ વસ્તુઓ સરકાર વિનામૂલ્યે આપી રહ્યા છે. શિતળા, રકતપિત, પોલીયો જેવી સમસ્યા નાબુદ કરી પણ જેને આ યાતના છે, તેમના પ્રત્યે સરકારી અભિગમ શ્રેષ્ઠ છે.તેમને રેલ્વે- બસમાં ફ્રિ મુસાફરી છે, દ્રષ્ટિની ખામી સૌથી કપરી છે, હવે ‘દિવ્યાંગ’થી ઓળખીયે છીએ, તે દુનિયાના રંગો કેમ જોઇ શકે, વર્ષો પહેલા આવી જ વાત સાથેની ‘નવરંગ’ ફિલ્મ આવી હતી.

આંખની ખામીવાળા બાળકો માટે નાક, કાન, જીભ અને ચામડી જેવી ઇન્દ્રીય મહત્વની ભૂમિકા ભજવે છે: સામાન્ય બાળક 80 ટકા જ્ઞાન આંખની મદદ દ્વારા મેળવે છે

આજે વિજ્ઞાને પ્રગતિ કરી છે, ત્રાસી આંખ સીધી થઇ શકે છે. ચક્ષુદાનની જાગૃતિ આવતા ઘણા લોકો આંખનું દાન કરવા લાગ્યા છે. તેથી દ્રષ્ટિહીનને નવજીવન મળી રહ્યું છે. તેના વિવિધ મંડળો થતાં હવે તેના માનવીય અધિકારોનું રક્ષણ થઇ રહ્યું છે. આજકાલ ટીવી, મોબાઇલ નું વધતા ચલણને કારણે પણ આવા ખામીવાળા બાળકો વધી રહ્યા છે.

વિશ્ર્વ આરોગ્ય સંસ્થા એ 1992માં આપેલી વ્યાખ્યા મુજબ દ્રષ્ટિક્ષતિને ત્રણ પ્રકારનાં વહેચવામાં આવી છે.

સંપૂર્ણ અંધ:-

જેઓને દ્રષ્ટિનો સંપૂર્ણ અભાવ હોય તેઓને સંપૂર્ણ અંધ કહેવામાં આવે છે. આ ઉ5રાંત 6/60 ની દ્રષ્ટિ ક્ષમતા ધરાવતી વ્યકિતને સંપૂર્ણ અંધ ગણી શકાય.

અંશત અંધ:-

જેઓની દ્રષ્ટિક્ષમતા 3/60 – 6/60 હોય તેઓને અંશત: અંધ ગણવામાં આવે છે.

અલ્પ દ્રષ્ટિ:-

જેઓની દ્રષ્ટિક્ષમતા 6/60 થી 18/60 હોય તેઓન અલ્પ દ્રષ્ટિ ગણવામાં આવે છે. આમ, વ્યાખ્યાને આધારે દ્રષ્ટિની ક્ષતિને માપી શકાય છે.શું દ્રષ્ટિની ખામી ઓળખી શકાય?:-

હા, દ્રષ્ટિ ખામીને ઓખળી શકાય છે. જો બાળક સામાન્ય બાળક કરતાં જુદા પ્રકારનું વર્તન કરે તો માતા-પિતાએ સજાગ થવાની જરૂર છે. બાળકની દ્રષ્ટિની ખામીને સમજવાની જરૂર છે. બાળકમાં જો નીચે આપેલા લક્ષણોમાંથી કોઇ લક્ષણ જોવા મળે તો તેને દ્રષ્ટિની ખામી હોવાનો સંભવ છે.

* વારંવાર આંખ લાલ થઇ જવી* વારંવાર આંખ ભીની થઇ જવી.* પ્રકાશની દિશામાં આંખ-માથું ફેરવવું.* વારંવાર આંખો ચોળવી.* દૂરની વસ્તુ જોવામાં તકલીફ અનુભવવી.* વાંચતી વખતે ચોપડી નજીક અથવા દૂર રાખીને વાંચવી.* નાની વસ્તુને જોવામાં તકલીફ પડવી.* વધારે પ્રકાશમાં બરાબર ન જોઇ શકવું.* વારંવાર આંખો પટપટાવવી.* આંખની કીકી પર સફેદ ડાઘ હોવો.* 1 મીટર દૂરથી આંગળાઓ કે વસ્તુઓ ન ગણી શકવા.* આંખમાં બળતરા કે ખંજવાળ અંગે વારંવાર ફરિયાદ કરવી.* દૂરની વસ્તુના મૂળ સ્થાન જાણવામાં તકલીફ રહેવી.* આંખ ત્રાંસી હોવી.* શાળામાં કાળા પાટિયા પરની નોંધ વાંચતી કે લખતી વખતે બીજાની મદદ લેવી.* ભરતકામ કે સીવણ કામ જેવા બારીકાઇથી કરવાના કાર્ય દરમ્યાન માથુ દુ:ખવાની ફરિયાદ હોવી.* આંખ ઝીણી કે મોટી હોવી.* વધુ વાંચન દરમ્યાન માથું દુ:ખવાની કે આંખમાંથી પાણી નીકળવાની ફરિયાદ હોવી.

શું દ્રષ્ટિહીન બાળકને શિક્ષણ આપી શકાય છે?:-

હા, દ્રષ્ટિહીન બાળકને શિક્ષણ આપી શકાય છે. આ બાળકને યોગ્ય કેળવણી કે માર્ગદર્શન સમાજ, માતા-પિતા અને શિક્ષક તરફથી મળે તો તે સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકે છે. બાળક સામાન્ય હોય કે દ્રષ્ટિહીન, બંનેના જીવનમાં શિક્ષણનું મહત્વ સમાન છે. દ્રષ્ટિહીન બાળકને બે રીતે શિક્ષણ આપી શકાય છે.

નિવાસી શાળા:-

સામાન્ય ભાષામાં જે શાળા દ્રષ્ટિહીન બાળકોની રહેવા, જમવા અને શિક્ષણની જરૂરિયાતો સંતોષી શકે તેવી શાળાને નિવાસી શાળા કહેવાય છે. નિવાસી શાળાઓમાં તબીબી, શૈક્ષણિક, મનોરંજન, સામાજિક, વ્યાવસાયિક વગેરે સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે. આ શાળામાં બાળકને શિક્ષણ સહાયક સાધનો, વિશિષ્ટ સાધનો હંમેશા જરૂર પડે ત્યારે મળી શકે છે. આ શાળાના નિર્માણ વખતે મકાન, મેદાન તથા અવરજવર બાબતે દ્રષ્ટિહીન બાળકોની વિશિષ્ટ જરૂરિયાતોને ઘ્યાનમાં લેવામાં આવે છે.

સંકલિત શિક્ષણ:-

દ્રષ્ટિહીન બાળકને તેના ઘર કુટુંબ સમાજ વચ્ચે રહી તેના ગામમાં કે ઘરની નજીકની સામાન્ય શાળામાં સામાન્ય બાળકો સાથે અભયાસ કરાવવામાં આવે છે. આ પઘ્ધતિમાં બાળકને પ્રવાસી શિક્ષક મદદરૂપ થાય છે. પ્રવાસી શિક્ષણ દ્રષ્ટિહીન બાળકને શિક્ષણના સહાયક સાધનોના ઉપયોગ બાબત વિશિષ્ટ તાલીમ આપે છે. સંકલિત શિક્ષણમાં પ્રવાસીની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. પ્રવાસી શિક્ષક આ શિક્ષણ પઘ્ધતિમાં બાળક અને શિક્ષક તથા બાળક અને માતા-પિતા વચ્ચે સેતુરુપ કામગીરી બજાવે છે. દ્રષ્ટિહીન બાળકના શિક્ષણમાં આ બંને શિક્ષણ પઘ્ધતિઓ અસરકારક સાબિત થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.