સર્વે સમાજના ભાઇઓ ધરાવે છે પ્રસાદી
શહેરભરમાં ઉલ્લાસભેર ગણપતિ મહોત્સવની ઉજવણી થઇ રહી છે. ત્યારે પુરુ શહેર ગણપતિમય બન્યું છે. બજરંગવાડી મિત્ર મંડળ દ્વારા બજરંગવાડી કા રાજાનું સતત દસમાં વર્ષે આયોજન કરાયું છે. આ ગણેશોત્સવ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બાળકોના મનોરંજન માટે પર્યટ શો નું આયોજન કરવામાં આવ્યું છે. બજરંગવાડી કા રાજા ની સૌથી મોટી ખાસિયત એ પણ છે કે દર વર્ષે હિન્દુ-મુસ્લીમની એકતાના પ્રતિક સ્વરુપ ગણપતિ ઉત્સવમાં મુસ્લીમ ભાઇઓ દ્વારા પણ પ્રસાદ આપવામાં આવે છે. ત્યારે મોટી સંખ્યામાં ભકતજનો ગણપતિના દર્શનાર્થે બજરંગવાડી સર્કલ પાસે ઉમટી થઇ છે.
દરરોજ ૧૦૦ કિલો પ્રસાદીનું વિતરણ અને વિવિધ કાર્યક્રમો યોજાઇ છે: હરેશભાઇ હરસોડા
અબતક સાથેથી વાતચીત દરમિયાન હરેશભાઇ પરસોડાએ જણાવ્યું કે, બજરંગવાડી મિત્ર મંડળ દ્વારા સતત દસ વર્ષથી ગણપતિનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકો માટેના કાર્યક્રમો, પટેટશો તથા મહાઆરતી અને આરતી શણગારનો કાર્યક્રમ યોજાય છે. અમારા સ્ટાર ભાવોત્સવ તરીકે ગણપતિ થી સેવા કરવામાં આવે છે. જેમાં ભાવિકી ખુબ ભાવથી સેવા કરે છે. રોજે અહિંથી ૧૦૦ કીલો જેટલી પ્રસાદનુેં વિતરણ થાય છે. આ સાથે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.