- આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાની સરહદ વિવાદને પગલે ગામના 2500 લોકો પાસે બન્ને રાજ્યોમાંથી મળ્યો છે મત્તાધિકાર
દેશનું એક ગામ એવુ પણ છે જયાના 2500 લોકો એક નહિ પણ બે- બે મત આપી શકે છે. આ ગામ આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાની સરહદ ઉપર આવેલું કોટિયા ગામ છે. આ ગામ લાંબા સમયથી બંને રાજ્યો વચ્ચે પ્રાદેશિક વિવાદમાં ફસાયેલું છે. જો કે, જમીનને લગતા રાજકારણ વચ્ચે કોટિયાવાસીઓને બે રાજ્યોમાં મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે.
આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા બંને રાજ્યોમાં મતદાન કરવા માટે ગામના 2,500 થી વધુ મતદારો પાસે મતદાર ઓળખ કાર્ડ, રેશન કાર્ડ અને પેન્શન કાર્ડ છે. કોટિયા વિવાદની શરૂઆત 1968માં થઈ હતી. જ્યારે ઓરિસ્સાએ આદિવાસી ગામો પર પોતાનો દાવો રજૂ કર્યો હતો. જો કે આ મામલે સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખટખટાવવામાં આવ્યા હતા. પરંતુ આ કાનૂની આશરો કોઈ કામનો ન હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આંતરરાજ્ય સરહદી મુદ્દા તેના અધિકારક્ષેત્રમાં નથી. આ મામલો સંસદના હાથમાં છે. જે બાદ મૂંઝવણની સ્થિતિ સર્જાઈ હતી, જે બાદ કોઈપણ રાજ્યે એકપક્ષીય કાર્યવાહી કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
જો કે ડબલ વોટિંગથી લોકોને અનેક સવલતો પણ મળી છે. આવી વ્યવસ્થાઓ અંગે ઘણીવાર કાનૂની અસ્પષ્ટતાઓ હોય છે. જો કે, કયા રાજ્યમાં મતદાન કરવું તે પ્રશ્ન ઉભરી રહ્યો છે. આગામી ચૂંટણીમાં કોટિયાના મતદારો પણ આ મુંઝવણનો સામનો કરવાના છે. આંધ્ર પ્રદેશના અરાકુ અને ઓરિસ્સાના કોરાપુટ બંને મતવિસ્તારમાં મતદાન થઈ રહ્યું છે.
અહેવાલ મુજબ કોટિયામાં ચૂંટણીની ચર્ચા આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા વચ્ચે આપવામાં આવી રહેલા વિકાસ એજન્ડાની આસપાસ ફરે છે. જ્યારે ઓરિસ્સા કોંક્રિટ રસ્તાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે માળખાકીય વિકાસને પ્રાથમિકતા આપે છે, ત્યારે આંધ્રપ્રદેશ કલ્યાણકારી યોજનાઓ અને નાણાકીય સહાય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
કોટિયાના રહેવાસીઓ માટે, ડબલ વોટર આઈડી હોવું પણ ફાયદાકારક છે. બંને રાજ્યો અમલમાં મૂકેલી તમામ યોજનાઓ અને ઝુંબેશનો લાભ તેમને મળે છે. ઉપરાંત, બંને રાજ્યોના અધિકારો ઉપલબ્ધ છે.